(એજન્સી) તા.ર૮
ભાજપના કબાટમાંથી વધુને વધુ હાડપિંજરો બહાર આવી રહ્યા છે. પણ વિશેષ રીતે અમિત શાહ બટુકભાઈ વાણ (નામ બદલ્યું છે)ને વધુ સંતોષ છે કે એ બંને ખરા છે.
નોટબંધીના બે દિવસ પહેલા વેપારી બટુકભાઈ અને અન્ય અમદાવાદ અને સુરતના વેપારીઓને માહિતી મળી હતી કે બજારમાં કંઈક નવાજૂની થવાની છે અને ૮મી નવેમ્બરે મોદીએ નોટબંધી જાહેર કરી.
જે રીતના દાવાઓ કરાય છે કે નોટબંધી ગુપ્ત હતી પણ ખરેખર એ ગુપ્ત ન હતી. જે લોકો શાહની નજીક હતા એમને ખબર પડી ગઈ હતી અને એમણે કો.-ઓ. બેન્કો દ્વારા પોતાના કાળાં નાણાં ધોળા કરવા શરૂ કર્યા હતા.
બટુકભાઈ અને એમના અન્ય વેપારીઓ ભાજપ સાથે જોડાયેલા હતા એ કહે છે કે ભાજપાએ અમને મોટું નુકસાન કરાવ્યું હતું. કોંગ્રેસ પાસે પણ કાળાં નાણાં હશે પણ એમને બેન્કોમાં જમા કરાવવા દબાણો કરવામાં આવ્યા ન હતા પણ અમારી ઉપર દબાણો કરી અમુક કો.ઓ. બેન્કોમાં જ નાણાં જમા કરાવવા જણાવ્યું હતુ અને પક્ષને રાજી રાખવા અમારે એ કરવું પડ્યું.
આજે ભાજપ પાસે બધા રાજકીય પક્ષો કરતા વધુ પૈસા છે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું કે ભાજપાએ જે તે વખતે વધુ પ્રમાણમાં નોટો છપાવી રાખી હતી અને પોતાના મળતીયાઓને એ બદલી આપી હતી જેના લીધે આજે એ સૌથી ધનિક પક્ષ છે. તે વખતે અમુક કો.ઓ. બેન્કોને નવી નોટો પહેલા જ આપી દેવામાં આવી હતી જેથી તેઓ જુની નોટોના બદલે નવી આપી શકે. અન્ય સરકારી બેન્કોને પણ નવી નોટો મેળવવાના ફાંંફા હતા પણ એમની પાસે પુષ્કળ પૈસા હતા. જેથી હવે ભાજપને આગામી ચૂંટણીમાં નાણાંની અછત રહેવાની નથી. જો કે એમને પોતાના ધનિક ઔદ્યોગિક ગૃહોની પણ જરૂર નહીં રહે જ્યારે અન્ય પક્ષોએ ચૂંટણી ભંડોળ માટે ફાંફા મારવા પડશે.