હાલ દિવાળીના તહેવારો ચાલુ હોવાથી બજારોમાં ખરીદી માટેની ભીડ જોવા મળે છે પરંતુ મોટાભાગે લોકો જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. બજારોમાં નોટબંધી અને જીએસટીની અસર વર્તાય છે. ખાસ કરીને પુષ્યનક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીમાં ઉછાળો આવતો હોય છે પરંતુ વેપારીઓના મતે ચાલુ વર્ષે વેપારમાં પ૦થી ૭૦ ટકાનો ઘટાડો થયો છે. લોકો જરૂર પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. ઉપરાંત ચોરી, લૂંટફાટ, ચીલઝડપ જેવા બનાવો પણ આ દિવસો દરમિયાન વધી ગયા છે. સોનું-ચાંદી ખરીદનારાઓ પર ઓર લૂંટારાઓની બાજનજર રહેતી હોવાથી ખાસ કરીને મહિલાઓ એકલી ખરીદી કરવા જતાં અચકાઈ રહી છે.