(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
નોટબંધીની પહેલી જયંતિએ વિપક્ષી આક્રમણને ખાળવા મોદી સરકારે સોશિયલ મીડિયા પર મોટી ઝૂંબેશ આદરી છે. નોટબંધીની પહેલી જયંતિની પૂર્વસંધ્યાએ સરકારે સંખ્યાબંધ ટ્‌વીટ કરીને એવુ દર્શાવ્યું કે નોટબંધી ઘણી બધી રીતે આર્શીવાદ પુરવાર થઈ હતી. મોદી સરકારના ટ્‌વીટર હેન્ડલ પર સંખ્યાબંધ પોસ્ટ કરીને એળો દાવો કરવામાં આવ્યો કે નોટબંધી ઘણી બધી રીતે સફળ નીવડી હતી. તેમાં કહેવામાં આવ્યું કે નોટબંધી ભારતની સૌથી મોટી સિદ્ધી જેણે કાળા નાણાની કમર તોડી નાખીને આતંકવાદ અને નકસલવાદને આકરો ફટકો આપ્યો. સોશિયલ મીડિયા પર પોસ્ટમાં એવું પણ કહેવાયું કે નોટબંધીને કારણે ભારતીય નાણાકીય સિસ્ટમની સફાઈ થઈ છે. નીતિઓ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું જેને પરિણામે ગરીબોને સારી નોકરીઓ મળી રહી છે. સરકારે એવો પણ દાવો કર્યો કે ડિઝિટલ પેમેન્ટમાં મહત્વનો વધારો થયો છે. આનાથી લોકોેને લાભ થયો છે. લોન સસ્તી બની છે અને નોટબંધી બાદ નગરપાલિકાઓને વધારે આવક થઈ છે. સરકારે આગ્રહપૂર્વક કહ્યું કે કાળા નાણાને બહાર લાવવા માટે નોટબંધી દેશની સૌથી મોટું પગલુ છે. સરકારી દાવા અનુસાર, ઓછામાં ઓછા ૧૭.૭૩ લાખ સંદિગ્ધ કેસોની ઓળખ છે જ્યાં રોકડ રકમ ટેક્ષ સાથે મેળ ખાતી નથી. તે ઉપરાંત ૨૩.૨૨ લાખ બેન્ક ખાતાઓમાં જમા થયેલી ૩.૬૮ લાખ કરોડની રકમની પણ તપાસ કરવામાં આવી રહી છે. સરકારે કહ્યુંમ કે નોટબંધી બાદ ૧૬,૦૦૦ કરોડ બેન્કોમાં પરત આવ્યાં નથી. ૨૯,૨૧૩ કરોડની ન જાહેર કરવામાં આવેલી રકમની ભાળ મળી છે. તે ઉપરાંત ૧૬૨૬ કરોડની બેનામી સંપત્તિને પણ જપ્ત કરીને ટાંચમાં લેવામાં આવી છે. ૭,૯૬૧ બેનામી નાણુ જાહેર કરવામાં આવ્યું હતુ.ં આ જ સમયગાળા દરમિયાન વિભાગે ૮,૨૩૯ સર્વે ઓપરેશન કર્યાં હતા. જેને પરિણામે ૬,૭૪૫ કરોડનું નાણું નાણુ બહાર આવ્યું હતું.