(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
નોટબંધીને એક વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા નોટબંધીના ફાયદા ગણાવવા માટે ગુજરાતમાં નેતાઓની ફોજ ઉતારવામાં આવી છે. નોટબંધીના ફાયદા ગણવવા સુરતમાં કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આવ્યા હતા. જેમણે કોંગ્રેસના કૌભાંડોને યાદ કરાવતાં નોટબંધીથી અર્થતંત્રને નવી ઊંચાઈ મળી હોવાની સાથે-સાથે દરેક અનએકાઉન્ટેબલ મની હવે એકાઉન્ટેબલ થયાનું કહ્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાન વધુમાં કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન ઘરમાં પડેલા રૂપિયા બેંકમાં આવ્યા હતા. જેમાંથી રૂા.૩.૬૮ હજાર કરોડ સ્ક્રૂટીની હેઠળ છે. કાળુધન સફેદ થયાની અફવા સબસીડી વિશે તેમણે જણાવ્યું હતું કે, દેશની સબસીડી કનેકશન આધાર સાથે જોડીને સીધા બેંકમાં રૂપિયા જમા કરાવવામાં આવતાં ૩ કરોડથી વધુ ભૂતિયા કનેકશન સામે આવ્યા છે. મીડિયાને સંબોધન કર્યા બાદ બમરોલીમાં ધર્મેન્દ્ર પ્રધાન ઘરે-ઘરે જઈ લોક સંપર્કમાં અભિયાનમાં જોડાયા હતા.