(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
સેન્ટ્ર્‌લ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સના નિર્દેશ બાદ દેશભરમાં તમામ આયકર કમિશ્નરેટમાં એડવાન્સ ટેક્સ કલેક્શન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આયકર વિભાગે બે અઠવાડિયા પહેલા સમય પર એડવાન્સ ટેક્સ ભરવા માટે કેટલાક કરદાતાઓને નોટિસ મોકલી હતી. ૧૫ સપ્ટેમ્બર પછી વિભાગે જે લોકોએ એડવાન્સ ટેક્સ પટે પાઠલા વર્ષ કરતા ઓછી રકમ જમા કરાવી હશે. તેમને નોટીસ મોકલી કારણ પૂછાશે. તા. ૧૫મી સપ્ટેમ્બર એડવાન્સ ટેક્સનો બીજો હપ્તો ચુકવવાની અતિમ તારીખ છે. ત્યારે હવે વિભાગે પાછલા વર્ષ કરતાં ચાલુ વર્ષે ઓછું એડવાન્સ ટેક્સ ભરનારાઓની યાદી બનાવવાની શરૂઆત કરી છે. ૧૫ તારીખ પછી વિભાગ જે લોકોએ એડવાન્સ ટેક્સ પેટે પાછલા વર્ષ કરતા ઓછી રકમ જમા કરાવી હશે. તેમને નોટીસ મોકલી કારણ પૂછાશે અને જાતે યોગ્ય કારણ નહીં આપી શકે તો તેમની સામે તપાસ કરવામાં આવશે. આયકર વિભાગ દ્વારા ચાલુ નાણાંકિય વર્ષથી ટેક્સ કલેક્શન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલમાં જ આયકર વિભાગ દ્વારા કેટલીક જગ્યાએ રીક્વરી સર્વેની કાર્યવાહી હાથ ધરી કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. તે ઉપરાંત ૫૦થી વધુ લોકો સામે સિક્યૂશનની કાર્યવાહી માટે પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. પાછવા વર્ષે પણ આયકર વિભાગ દ્વારા રાજ્યભરમાં મોટાપાયે સિક્યૂશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને એક બે કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ રેંજ તેમજ ટીડીએસ દ્વારા સિક્યૂશનની કાર્યવાહી હાથ ધરળામાં આવે તેવી શક્યતા છે. હાલમાં જ આયકર વિભાગ દ્વારા ટેક્સ નહીં ચુકવનારા કેટલાક કરદાતાઓના બેંક એકાઉન્ટ જપ્ત કરી તેમની સંપત્તિ હરાજી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.