(એજન્સી) જમ્મુ-કાશ્મીર, તા.૧૨
જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર વધવાના પ્રસ્તાવ પર ભારતીય સેનાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી દીધી છે. સેનાએ કહ્યું કે સીઝફાયર વધવાના નિર્ણય પર તેઓ કેન્દ્ર સરકારની સાથે છે પરંતુ આ પ્રકારના પગલાં ઉઠાવી રાજ્યની સુરક્ષાની દ્રષ્ટિથી યોગ્ય નહીં રહે. સેનાના એકીકૃત કમાનના કોર કમાન્ડરોએ થોડાંક દિવસ પહેલાં જ બંને ગૃહમંત્રી રાજનાથ સિંહની સાથે બેઠક દરમ્યાન તેમણે પોતાની સુરક્ષાની ચિંતાઓથી અવગત કરાયા.
સેનાએ કેન્દ્ર ગૃહમંત્રીને કહ્યું કે સીઝફાયર વધવાનું ત્રણ કારણોથી યોગ્ય રહેશે નહીં. પહેલું – પાકિસ્તાન નથી ઇચ્છતું કે સીઝફાયર વધે, આથી મોટી સંખ્યામાં આતંકવાદીઓને મોકલી રહ્યું છે. અત્યાર સુધીમાં બે થી ત્રણ આતંકવાદી મોકલ્યા હતા પરંતુ હવે ૫ થી ૬ આતંકી મોકલી રહ્યું છે. પાકિસ્તાન ઇચ્છે કે કાશ્મીરમાં હિંસા વધે.
બીજું કારણ સેનાએ એ આપ્યું કે સ્થાનિક આતંકવાદીઓ પાસે હથિયાર અને ગ્રેનેડનો જથ્થો ખૂટવા લાગ્યો છે આથી તેઓ સુરક્ષાબળોના હથિયાર છીનવી રહ્યા છે. સીઝફાયર વધવાથી તેમણે ફરીથી હથિયાર એકત્ર કરવામાં મદદ મળશે. ત્રીજું કારણ એ છે કે સેનાની કાર્યવાહીમાં વધતી સંખ્યામાં આતંકવાદી મર્યા છે, તેઓ હાલ દબાણમાં છે, એવામાં જો સીઝફાયર વધી ગયું તો તેને એકજૂથ થવાનો મોકો મળી જશે. એક રિપોર્ટ પ્રમાણે રમઝાન સીઝફાયર દરમ્યાન માત્ર ૨૬ દિવસની અંદર અત્યાર સુધીમાં ૨૦ આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ૫૦ સામાન્ય નાગરિક અને ૬૪ જવાનો ઘાયલ થયા છે. સૂત્રોના મતે છેલ્લાં કેટલાંક દિવસમાં ૪૫ નવા આતંકીની પણ ભરતી થઇ છે. આપને જણાવી દઇએ કે આવતા સપ્તાહે રાજનાથ સિંહ સુરક્ષા સમીઢા બેઠક બાદ આ સીઝફાયર ચાલુ રાખવું કે બંધ કરવું તેના પર નિર્ણય લેશે.