(એજન્સી) નવી દિલ્હી, તા ર૪
નાગરિકતા સંશોધન એક્ટ પર દેશભરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મોદી કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર એટલે કે દ્ગઁઇને અપડેટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. સિટીજનશિપ (રજિસ્ટ્રેશન ઓફ સિટીજન્સ એન્ડ ઇશ્યૂ ઓફ નેશનલ આઇડેન્ટિટી કાડ્‌ર્સ) રૂલ્સ ૨૦૦૩માં જનસંખ્યા રજિસ્ટરને આ રીતે પરિભાષીત કરવામાં આવ્યો છે. જનસંખ્યા રજિસ્ટરનો અર્થ છે તેમાં કોઇ ગામ અથવા ગ્રામીણ વિસ્તાર અથવા કસ્બા અથવા વોર્ડ અથવા કોઇ વોર્ડ અથવા શહેરી વિસ્તારના સીમાંકિત વિસ્તારમાં રહેતા લોકોનું વિવરણ શામેલ થશે. હકીકતમાં એનપીઆરમાં દેશના સામાન્ય નાગરિકોની ગણતરી કરવામાં આવે છે. સર્વેના પ્રથમ તબક્કામાં ૧ એપ્રિલ ૨૦૨૦થી લઈને ૩૦ સપ્ટેમ્બરની વચ્ચે સરકારી કર્મચારીઓ ડોર-ટૂ-ડોર જઈને આંકડા એકઠા કરશે. જ્યારે વસ્તી ગણતરીના બીજા તબક્કામાં ૨૦૨૧માં ૯ ફેબ્રૂઆરીથી ૨૮ ફેબ્રૂઆરી અને સંશોધન પ્રક્રિયા ૧ માર્ચ થી ૫ માર્ચની વચ્ચે પૂર્ણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનપીઆરને લઈને પહેલા જ સંકેત આપી દીધા હતા. અમિત શાહના જણાવ્યા પ્રમાણે, ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત એનપીઆર તૈયાર કરવામાં આવશે. જે ડિજિટલ હશે. ૨૦૨૧ની વસ્તી ગણતરી અત્યાર સુધીની સૌથી મોંઘી પ્રક્રિયા હશે. જેમાં કુલ ૧૨ હજાર કરોડ રુપિયાનો ખર્ચ થશે. ૨૦૨૧માં થનારી ૧૬મીં વસ્તી ગણતરી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી ચાલશે અને ૧ માર્ચની મોડી રાત્રે સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે ર૦૧૦માં પણ એનપીઆર તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને અપડેટ કરાયો હતો. જોકે તે વખતે માતા પિતાના જન્મસ્થળ, છેલ્લા રહેવાશનું સ્થળ, પાસપોર્ટ નંબર, આધાર નંબર, પાન, ડીએલ, વોટર આઇડી, મોબાઈલ નંબરની માગણી કરવામાં આવી નહોતી. ર૦૧પમાં પણ એક અન્ય સરવેના માધ્યમથી તેને અપડેટ કરાયું હતું. સૂત્રો અનુસાર વસતી ગણતરીના પહેલા તબક્કાની સાથે એનપીઆર અપડેટ કરવાની કામગીરી હાથ ધરાશ. જોકે કોઇ બાયોમેટ્રિક વિગતો લેવામાં નહીં આવે.

રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર માટે શું પૂછવામાં આવશે ?

વ્યક્તિનું નામ શું છે તેના પરિવારના વડા સાથે શું સંબંધ છે? માતાપિતાનું નામ, વૈવાહિક દરજ્જો, જીવનસાથીનું નામ, લગ્ન, જન્મ સ્થળ, નાગરિકત્વ, વર્તમાન સરનામું, સરનામે રહેવાની લંબાઈ, કાયમી સરનામું, વ્યવસાય અને શૈક્ષણિક સ્થિતિની પણ જાણ કરવી પડશે. કેટલીક વધુ બાબતો પૂછવામાં આવી શકે છે જેમ કે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર સંબંધિત માહિતી પણ પૂછી શકાય છે. એવું પણ પૂછવામાં આવશે કે તમે જ્યાં રહો છો, ત્યાં તમે છ મહિના રહો છો અને બીજા ૬મહિના રોકાવાની સંભાવના છે? વગેરે. માહિતી એકત્ર કરાશે. જો કે આસામ સિવાય અન્ય રાજ્યોમાં વસ્તી ગણતરી હાથ ધરાશે.

સરકાર દ્વારા અપડેટ કરાનાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર શું છે ?

(એજન્સી) નવી દિલ્હી, તા ર૪
નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવા માટે મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. તે સીધી રીતે વસતી ગણતરી સાથે સંકળાયેલ છે. તેની પાછળ ૮પ૦૦ કરોડ રુપિયા ખર્ચવામાં આવશે. દેશમાં રહેતાં તમામ સામન્ય નાગરિકોની ઓળખનો એક રજિસ્ટર તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ કવાયત હાથ ધરવામાં આવશે. જે વ્યક્તિ એક વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી પણ વધુ સમયથી રહેતી હોય તેણે એનપીઆરમાં વિગતો નોંધાવવી પડશે. દરેક સામાન્ય નાગરિકે એનપીઆરમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે.
ચાલો જાણીએ ૧૦ મુદ્દાના માધ્યમથી…
૧. એનપીઆરની કવાયત એપ્રિલથી સપ્ટેમ્બર ર૦ર૦ દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તમામ રાજ્યોમાં હાથ ધરવામાં આવશે જેમાં તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો પણ સામેલ રહેશે. જોકે તેમાંથી આસામને બાકાત રખાશે. આ પ્રક્રિયા વસતી ગણતરીની પ્રક્રિયાની સાથે સાથે જ આગળ વધશે. આસામમાં પહેલાથી જ એનઆરસી લાગુ છે એટલા માટે તેને એનપીઆરમાંથી બાકાત રખાયું છે.
ર. તમામ સામાન્ય નાગરિકોએ તેમની વિગતો આપવી પડશે. તેમાં નામ, ઘરના મોભી સાથેના સંબંધ, પિતાનું નામ, માતાનું નામ, પતિ કે પત્નીનું નામ, જાતિ, જન્મતારીખ, લગ્ન થયા કે નહીં, જન્મસ્થળ, રાષ્ટ્રીયતા, વર્તમાન સરનામું, જે સ્થળે રહો છો ત્યાં કેટલા સમયથી રહો છો, કાયમી સરનામું, ધંધો, શૈક્ષણિક લાયકાત વગેરે વિગતો આપવી પડશે.
૩. એનપીઆરમાં જ્યાં તમે રહો છો તેની વિગતો પણ હશે. તેમાં ગામ, સબ ડિસ્ટ્રિક્ટ, જિલ્લો અને રાજ્યની વિગતો પણ આપવી પડશે. અગાઉ ર૦૧૦માં અને ર૦૧પમાં પણ આ કવાયત હાથ ધરવામાં આવી હતી. ૧૯પપના નાગરિકતા કાયદામાં સુધારો કરીને કોંગ્રેસે ર૦૦૪માં આ કાયદાને મંજૂરી આપી હતી.
૪. એનપીઆરથી સરકારી યોજનાઓના યોગ્ય લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે અને તે પણ ખ્યાલ આવશે કે તેના સુધી લાભ પહોંચી રહ્યો છે કે નહીં? આયુષ્માન, ઉજ્જવલા, સૌભાગ્ય જેવી યોજનાઓ માટે લાભાર્થીઓની ઓળખ થશે. બધા અને જરૂરી લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચ્યો, તેની ખાતરી કરી શકાશે.
૫. કેન્દ્ર સરકારે આ દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે એનપીઆર તૈયાર કરતી વખતે કોઇપણ પ્રકારને બાયોમેટ્રિક વિગતો લેવામાં નહીં આવે. જોકે તેમાં એમ કહેવાયું છે કે જો તમારી ઇચ્છા હોય તો તમે આધારકાર્ડ કે પાસપોર્ટની વિગતો તે માટે સ્વૈચ્છિક રીતે આપી શકો છો.
૬. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે એનપીઆરને એનઆરસી સાથે કોઇ લેવા દેવા નથી. એનઆરસી આસામમાં લાગુ કરવામાં આવી હતી અને તેના પગલે આશરે ૧૯ લાખથી વધુ લોકોને ઘૂસણખોર જાહેર કરવામાં આવ્યા હતા. હવે તેમને વિદેશી ટ્રિબ્યુનલ સમક્ષ પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે.
૭. જોકે મોટાભાગના લોકો એનપીઆરને એનઆરસીના પ્રથમ પગલાં સ્વરુપે દેશભરમાં જોવાઇ રહ્યું છે. અમિત શાહ અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ દેશભરમાં એનઆરસી લાગુ કરવાના છે. એનપીઆર એનઆરસીની ગારંન્ટી નથી પરંતુ એનઆરસીનો રસ્તો એનપીઆર થકી જ આગળ વધે છે. બંગાળ અને કેરળમાં આ પ્રકારની કાર્યવાહી થઇ ચૂકી છે. ત્યાં તેનો વિરોધ પણ થયો છે.
૮. ર૦૦૦ની સાલમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના નેતૃત્વ હેઠળ કારગિલ રિવ્યૂ સમિતિએ નાગરિકોના ફરજિયાત રજિસ્ટ્રેશન પર ભાર મૂક્યો હતો. ર૦૦૧માં આ ભલામણ સ્વીકારાઇ અને ર૦૦૩માં નાગરિકતા કાયદાને મંજૂરી મળી.
૯. ર૦૦૩ અને ર૦૦૯માં યુપીએ તથા એનડીએ સરકારે પાઇલટ પ્રોજેકટ લોન્ચ કર્યા. તેમાં સરહદી વિસ્તારોની પસંદગી કરવામાં આવી. ર૦૦૬માં યુપીએ શાસન વખતે તેની શરુઆત થઇ.
૧૦. ર૦૦૯થી ર૦૧૧ દરમિયાન એનપીઆર દરિયા કિનારા વાળા ક્ષેત્રોમાં બનાવાયા. મુંબઇ હુમલા પછી ૬પ.પ૦ લાખ લોકોને રેસિડેન્ટ આઇડેન્ટિટી કાર્ડ ઇશ્યૂ પણ કરાયા હતા. ર૦૧પ-૧૬માં આ ડેટાબેઝને ફરી અપડેટ કરાયો. તેમાં આસામ અને મેઘાલયને બાકાત રખાયા હતા.