(એજન્સી) તા.૩૦
ભારતના પાંચમાં રાષ્ટ્રપતિના ભત્રિજા એવા ઝિયાઉદ્દિન અલી અહેમદનું નામ પણ આસામની એનઆરસીમાં નથી. તેઓ એવા ૪૦.૭ લાખ લોકોમાં સામેલ છે જેઓ એનઆરસીના અંતિમ ડ્રાફ્ટમાં સ્થાન પામી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે આ અહેવાલ ર૦૧૮માં પ્રકાશિત કરાયા હતા. પ૦ વર્ષીય ઝિયાઉદ્દીન એક ખેડૂત છે અને તેઓ આસામના કામરુપ ગ્રામીણ વિસ્તારમાં રહે છે. તેઓ વ્યવસાયે એક ખેડૂત છે. ઝિયાઉદ્દીનના પિતા એહતરામુદ્દીન અલી અહેમદ ફકરુદ્દીનના નાના ભાઇ હતા. તેમના પિતા ઝલનુર અલી અહેમદ આર્મીમાં કર્નલની પોસ્ટ પર રહી ચુક્યા છે અને તેઓએ આસામની ઘણી સેવા કરી છે. જોકે હવે આગામી ૩૧ જુલાઇએ એનઆરસીની અંતિમ યાદી આવી રહી છે ત્યારે ઝિયાઉદ્દીનના પરિવારે સંપૂર્ણ આશા ગુમાવી દીધી છે. સ્ક્રોલના અહેવાલ અનુસાર ખેડૂત પરિવારના ઝિયાઉદ્દીનના પરિવારે એનઆરસીમાં સામેલ થવા માટે અરજી કરી જ નહોતી. જોકે બધા લોકો એનઆરસીમાં સામેલ થવા માટે વલખાં મારી રહ્યાં છે. તેમના દીકરા સાજિદ અલીએ કહ્યું કે તેઓ અરજી કરીને તેમનો કેસ લડશે. જ્યારે પહેલીવાર એનઆરસનો ડ્રાફ્ટ જાહેર કરાયો હતો ત્યારે અમારી પાસે રજૂ કરવા માટે પૂરતાં પૂરાવા નહોતા એટલા માટે અમારી અરજી સ્વીકારવામાં જ આવી નહોતી. ઉલ્લેખનીય છે કે એનઆરસીની યાદીમાં સામેલ થવા માટે માર્ચ ૧૯૭૧ પહેલાની એનઆરસીમાં કાં તો ચૂંટણી પંચની યાદીમાં નામ સામેલ હોવું જરુરી છે. જોકે ઝિયાઉદ્દીનનો પરિવાર આ પૂરાવા આપી શકવામાં નિષફળ રહ્યો છે એવા દાવા કરાઇ રહ્યાં છે. તમામ એનઆરસી સેવા કેન્દ્રો પર હાલમાં તમામ પૂરાવાઓની યાદી ઉપલબ્ધ છે. ઝિયાઉદ્દીન ગોલઘાટ ગયા હતા જ્યાં તેમના પિતાનો જન્મ થયો હતો પરંતુ ત્યાં પણ તેમને કોઇ રેકોર્ડ જડ્યો નહોતો.