(એજન્સી) ગુવાહાટી, તા.૧૧
આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સની અંતિમ યાદીમાં પરિવારના સભ્યોના નામ નીકળી જતાં બે વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી. ૭૦ વર્ષના દેબન બર્મન ધુબરી જિલ્લાના એક ઝાડ સાથે ફાંસીએ લટકેલા મળી આવ્યા. જ્યારે ૪૪ વર્ષના રાજેશસિંગ ઉદલગીરી જિલ્લામાં તેમના ઘરમાં ફાંસીએ લટકેલા જોવા મળ્યા. આસામના દક્ષિણ ભાગમાં ધૂબરી જિલ્લામાં દેબન બર્મન વ્યવસાયે ખેડૂત હતા. તેઓ કનૂરી ગામના રહેવાસી હતા. તેમણે એઆરસીની યાદીમાં ૧૬ વર્ષનો પૌત્ર અને પુત્ર મહેન્દ્ર બર્મનનું નામ ગાયબ જોયું. જેથી તેઓને આઘાત લાગતા આપઘાત કર્યો હતો. તેમને દેશ બહાર ધકેલી દેવાશે તેવો ભય હતો તેમ પાડોશી નીમેન રોયે જણાવ્યું હતું. ઓગસ્ટ ૮ના રોજ નકહુટી ગામના મજુર રાજેશસિંગે પણ આત્મહત્યા કરી હતી. પરિવાર પાસે ૧૯૬૭થી કોઈ દસ્તાવેજ નથી. તેથી એનઆરસીમાં નામ દાખલ કરાવી શકયા ન હતા. તેઓ માતા, પત્ની અને ચાર બાળકોને વિલાપ કરતા છોડી ગયા છે. પરિવાર પાસે ૧૯૬૭થી દસ્તાવેજ ન હોવાથી તેઓ ટ્રિબ્યુનલમાં નામ દાખલ કરાવા જઈ શક્યા ન હતા. ૩૦ જુલાઈએ તેમના પરિવારના નામો એનઆરસીની યાદીમાં ન જોવા મળતાં તેમણે આપઘાત કર્યો હતો. લગભગ ૪,૦૭,૭૦૭ નામો એનઆરસીમાંથી દસ્તાવેજ આપવા છતાં ગાયબ કરાયા હતા જેથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે જેથી આસામમાં અસ્થિરતાનું વાતાવરણ સર્જાયું છે.