અંકલેશ્વર, તા.૯
ભરૂચ જિલ્લાની મોટાભાગની ખાનગી શાળાઓ એફઆરસીના ફી માટેના નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન એફઆરસીના નિયમ મુજબ ટ્યુશન ફી સિવાયની કોઇપણ પ્રકારની અન્ય ફી ઉઘરાવવી નહીં તેમજ ટ્યુશન ફીમાં પણ ૨૫% ની રાહત હોવા છંતા પણ ખાનગી શાળાઓ ટ્રાન્સપોટૅ અને નાસ્તા સહિત તમામ ફીની ઉઘરાણી કરી પૂરેપૂરી ફી ઉપરની ૨૫% રાહત આપે છે ઉપરાંત ટર્મ ફીની પણ ઉઘરાણી કરે છે. રાજ્ય સરકાર તેમજ એફઆરસીના નિયમનું કેટલાક સ્કૂલ સંચાલકો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી આ મહામારીના કાળમાં સંચાલકો માનવતા નેવે મૂકી વાલીઓને લૂંટે છે. રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી સંચાલકો બેફામ બન્યા છે. જ્યાં શિક્ષણમાં જ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં સારા ભવિષ્યની શું આશા રાખી શકાય ?
આના અનુસંધાનમાં જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ જિલ્લાની તમામ ખાનગી શાળાનું ઓડિટ કરે અને લૂંટ ચલાવતી શાળાઓની સામે કડક કાર્યવાહી કરે એ જ માંગ સાથે ભરૂચ જિલ્લા દ્ગજીેૈંં, અંકલેશ્વર વાલીમંડળ અને વાલીઓ દ્વારા આજરોજ જિલ્લા શિક્ષણની કચેરીએ વિરોધ કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા.
Recent Comments