અમદાવાદ, તા.૨૧
એનએસયુઆઈના રાષ્ટ્રીય પ્રમુખ ફિરોઝખાન તા.૨૧મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ શહેરની મુલાકાતે આવેલા જેઓ અમદાવાદ ખાતે આવેલ સિટી કોલેજની મુલાકાત લીધી ત્યારબાદ ભવન્સ કોલેજની મુલકાત લઈ લો-ગાર્ડન ખાતે આવેલ જીએલએસ યુનિ.સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે જઈને મુલાકાત કરીને વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી વિવિધ પ્રકારની મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરી હતી તેમજ ગુજરાત યુનિ.એ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત યુનિ.માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી રોકી રાખી છે તે બાબતે ઘણા બધા વિદ્યાર્થીઓએ એનએસયુઆઈના રાષ્ટ્રીય પ્રમુખ સમક્ષ રજૂઆત કરી અને વહેલી તકે ગુજ.યુનિ. વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાય તે સંદર્ભે તેમનું ધ્યાન દોર્યું હતું તેમજ રાજકોટ સર્કિટ હાઉસમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં એનએસયુઆઈના હોદ્દેદારો કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે તેમજ ગુજરાતના વિદ્યાર્થીઓ દરેક કેમ્પસમાં ફોર્મ ભરવા અને ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં એનએસયુઆઈના શાહનવાઝ શેખ, અઝહર રાઠોડ, સુબ્હાન સૈયદ સહિતના એનએસયુઆઈના કાર્યકરો હાજર રહ્યા હતા.
NSUIના કાર્યકરો ચૂંટણીમાં કેવી રીતે મદદરૂપ થશે : રાષ્ટ્રીય પ્રમુખ સાથે ચર્ચા

Recent Comments