– પ્રફુલ બિડવાઈ

એ પછી ‘ઓવર પ્રેશર’નો તબક્કો આવે છે. આ દબાણ એક્ટલું ભયંકર હોય છે કે જાણે તમને એવો અનુભવ થાય છે કે તમે સો મીટર ઊંડા પાણીમાં છો. સમુદ્રમાં આવા દબાણ હેઠળ લોકો ધીમે ધીમે મૃત્યુ પામે છે, અને એ પછી તેની ઉલટી અસર શરૂ થશે અને પવનના ઓવર પ્રેશરનો નકારાત્મક તબક્કો શરૂ થશે. આ રિવર્સ એર એટલા માટે થાય છે કે વિસ્ફોટના કારણે એ જગ્યા પર હવાનું દબાણ ઓછું થતાં તે ખાલી જગ્યા ભરવા માટે હવા ભયંકર દબાણ સાથે પરત ફરે છે. આ હવા ધીમે ધીમે દબાણ વધારે છે અને આ તબક્કે, વિદ્યુત ઉપકરણોનો વિનાશ અને બળેલા કચરાને આગ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે.

આ પછી એક ભયંકર તબક્કો આવે છે, જે આ પરમાણુ વિસ્ફોટના કિરણોત્સર્ગની અસરને કારણે શરીરના કોષોને નુકસાન થાય છે અને તેના કારણે રંગસૂત્રીય વિચલનની મધ્ય ગાળાની અસરો આવે છે. જે જિનેટિક અથવા વારસાગત નુકસાન તેની પ્રારંભિક તેજસ્વિતા પછી ૪૦ વર્ષ સુધી બતાવી શકે છે. જે પરમાણુ વિસ્ફોટ ક્રૂડની પ્રથમ પેઢી સાથી હિરોશિમા અથવા નાગાસાકી પર કરવામાં આવ્યો હતો એ બોમ્બ વિસ્ફોટની ૦.૮ કિ.મી.ની ત્રિજ્યાની અંદર બાષ્પીભવનની પ્રક્રિયા શરૂ થતાં આશરે ૯૮ ટકા મૃત્યુ દર જોવામાં આવશે અને ૫૦૦ કિલોમીટર પ્રતિ કલાકના વેગ સાથે અને ચોરસ ઇંચ દીઠ ૨૫ પાઉન્ડના એક અસહ્ય દબાણનું આ આગનું તોફાન હશે અને તે બોમ્બની ૧.૬ કિ.મી.ની ત્રિજ્યા અંદર, જમીન ઉપર તમામ માળખાંનો સંપૂર્ણપણે નાશ કરી શકે છે અને અહી મૃત્યુ દર ૯૦ ટકા રહેશે. આગામી કેન્દ્રિત વર્તુળ ૩ કિ.મી.ની ત્રિજ્યામાં હશે. જેમાં આ બ્લાસ્ટને કારણે ગંભીર નુકસાન થઈ શકે છે અને પુલ, ફ્લાયઓવર, ફેક્ટરીઓ અને મોટા મકાનો વેરવિખેર થઈ જશે. નદીઓના વર્તમાન પ્રવાહ પર અસર થશે અને અહીં પવન ૪૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. અહીં મૃત્યુનો દર ૬૫ ટકા હશે.

અહીં જ્વલનશીલ વાતાવરણ ઊભું થશે અને આગામી ૪ કિ.મી.ની ત્રિજ્યાની અંદર ગંભીર ગરમી ઊભી થશે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થશે. કારણ કે ઉપલબ્ધ ઓક્સિજન અહીં લાગેલી આગને કારણે ઘટી જશે. અહીં પવનનો વેગ ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાક જેટલો હશે અને મૃત્યુ દર ૫૦ ટકા જેટલો હશે અને ઇજા થવાની શક્યતાઓ ૪૫ ટકા જેટલી હશે.

આ ઉપરાંત પાંચમાં ઝોનમાં, ૫ કિ.મી.ની ત્રિજ્યાની અંદર પવન ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. લોકો એક બીજા સાથે ટકરાઇ શકે છે. અહીં મૃત્યુનો દર ૧૫ ટકાથી વધુ હશે અને બચી ગયેલા લોકોમાં મોટાભાગના બીજા અને ત્રીજા ડિગ્રીની દાહક અસરોનો સામનો કરશે. અહીં રહેણાંક માળખાંને પણ ગંભીર નુકસાન થઈ શકે છે.

આ પરમાણુ વિસ્ફોટથી એક વિશાળ વિદ્યુતચુંબકીય કિરણોત્સર્ગ જે અનેક તરંગલંબાઇના હશે તેનો સ્રાવ થશે અને તની પયાર્વરણીય અસર જેમ તમે ઊંચા વાતાવરણમાં જાઓ તેમ વધે છે. અને તેના કારણે એન્જીનિયરિંગ, પાવર લાઈન, ફોન લાઇન, ટીવી, રેડિયો, જેવા ઉપકરણોને નુકસાન થઈ શકે છે અને આ અસર ૧૦૦૦ કિ.મી. સુધી હોઇ શકે છે –

જો એક મેગાટનના હાઇડ્રોજન બૉમ્બને ૮,૦૦૦ ફૂટ (એટલે કે લગભગ ૨,૫૦૦ મીટર)ની ઉંચાઈ પર વિસ્ફોટ કરવામાં આવે તો ઉપર દર્શાવેલી આ બધી અસરો આશરે ૨૫ ગણી વધી શકે છે. ભારત એવો દાવો કરે છે કે તેણે આ બોમ્બ વિકસાવ્યુંં છે અને જો ૨૦ મેગાટનના હાઇડ્રોજન બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવે તો આ નુકશાન આશરે ૧૦૦ ગણો વધારે હશે. – એક વખત થર્મોન્યુક્લિયર ટેકનોલોજી વિકસાવી લેવામાં આવે તો આવા ભયાનક બોમ્બ બનાવવા એ અઘરૂં કામ નથી.

પરમાણુ વિસ્ફોટ પછી, ૧૦૦થી ૩૦૦ કિ.મી.ની ત્રિજ્યાની અંદર બધા જળાશયોમાં પાણી ખતરનાક રીતે દૂષિત થઈ શકે છે અને જમીનમાં ઊગતી તમામ વનસ્પતિ સૃષ્ટિ નાશ પામશે. અને ઘાસને પણ આ કિરણોત્સર્ગની ગંભીર અસર થશે અને આ ઘાસ પ્રાણીઓનો ખોરાક હોવાથી તમે તેના દૂધનો ઉપયોગ પણ કરી શકશો નહીં. ભૂગર્ભ જળ પણ વર્ષો સુધી પ્રદૂષિત રહેશે અને માત્ર આ શહેરોમાં જ નહીં પરંતુ આસપાસના સમગ્ર વિસ્તારોમાં જમીનો પડતર બની જશે.

આ ઉપરાંત લાખો લોકોને ગંભીર આઘાત લાગશે અને તેઓ સામાન્ય જીવન જીવવા માટે સક્ષમ રહેશે નહીં. ખાસ કરીને વધારે અસર બાળકોને થશે. મોટા ભાગના લોકોને શારીરિક અને માનસિક નુકસાન થશે.

દક્ષિણ એશિયાના સંદર્ભમાં આવા પરમાણુ હુમલાને સ્પષ્ટ રીતે સરહદની કોઈ સીમા નડતી નથી અને તેના ભયંકર પરિણામો પોતાના દેશમાં પણ આવી શકે છે. જો પરમાણુ બોમ્બિંગ લાહોરમાં કરવામાં આવે તો આ વિસ્ફોટ અમૃતસરની અડધી કરતાં વધુ વસ્તી માટે મૃત્યુનું વોરંટ બની જશે અને આ વિસ્ફોટની કિરણોત્સર્ગી અસરો જલંધર અને પાકિસ્તાનના પંજાબને પણ અસર કરશે અને જો પરમાણુ બોમ્બ પાકિસ્તાન દ્વારા બોમ્બેમાં કરવામાં આવે તો આ બોમ્બિંગની પાકિસ્તાનના સિંધમાં પણ વિનાશક અસરો થઈ શકે છે. માટે એ સ્પષ્ટ છે કે પરમાણુ હથિયારોનો ઉપયોગ ભારત અને પાકિસ્તાન બંને માટે બૂમરેંગ સાબિત થશે. માટે આવું કૃત્ય કરવું એ બંને દેશો માટે આત્મહત્યા કરવા સમાન છે.

પરમાણુ વિસ્ફોટની શરૂઆતમાં જે જાનહાનિ થશે તેમાં નાગરિક સંરક્ષણ અને તબીબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભોગ લેવામાં આવશે. પરમાણુ યુદ્ધ નિવારણ માટેના આંતરરાષ્ટ્રીય ફિઝિશ્યન્સ કહે છે કે પરમાણુ યુદ્ધમાં પ્રથમ સારવાર એ જ અંતિમ સારવાર બની રહેશે. અણુ બોમ્બ સામે કોઈ સંરક્ષણ મળી શકે તેમ નથી. આ વાતો માત્ર તરંગી વિચાર કે ડર બતાવવા માટેની કાલ્પનિક વાતો નથી, પરંતુ હાર્ડ કોર ભૌતિકશાસ્ત્ર અને બાયોલોજી, અને નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિકો અને ડોક્ટરો દ્વારા વિકસાવવામાં આવેલ એક સ્વસ્થ અંદાજ પર આધારિત વાત છે અને આ અંદાજોને આપણે અત્યંત ગંભીરતા સાથે લેવા જોઈએ.

ભારતીય અને પાકિસ્તાની રાજકારણીઓ અને પરમાણુ વિજ્ઞાનીઓ અમેરિકા અને ભૂતપૂર્વ યુએસએસઆર કરતાં વધુ બેજવાબદાર છે અને વધુમાં દક્ષિણ એશિયામાં ૫૦ વર્ષમાં એક અવિરત ગરમ ઠંડા યુદ્ધનો અનુભવ થઈ રહ્યો છે. મ્યુચ્યુઅલ વેરભાવ, શંકા અને ઘણા ગુનામાં દુશ્મનાવટ સાથે આ યુદ્ધ એક ભયાનકતામાં ફેરવાઇ શકે છે.

હકીકત એ છે કે આ બે રાજ્યો સિયાચીન પર એક પાગલ યુદ્ધ લડી રહ્યા છે અને સેંકડો પુરૂષોનું બલિદાન આપી ચૂક્યા છે. વિશ્વની સૌથી વધુ ઊંચાઇ પર આ સંઘર્ષ ચાલે છે, જ્યાં એક સૈનિક માટે એક રોટી મોકલવાનો ખર્ચ ૧.૫ લાખ રૂપિયા થાય છે. આ એક ગહન અતાર્કિકતા છે. આ બંને દેશના નેતાઓ ચિંતાજનક રીતે યુદ્ધમાં અણુ શસ્ત્રો વાપરવા માટે વાત કરે છે. જ્યારે રાજકારણીઓ ખરેખર પરમાણુ શસ્ત્રોના ઉપયોગ વિશે વાત કરે છે ત્યારે નોંધપાત્ર રીતે જોખમ વધે છે.

ઉપરાંત પરમાણુ શસ્ત્રોના આકસ્મિક અને અનધિકૃત અથવા અજાણતાં જ ઉપયોગ થવાની એક ભયાનક શક્યતા રહેલી છે, આ કોઈ કાલ્પનિક વાત નથી પરંતુ એક વાસ્તવિક સંભાવના છે. શીત યુદ્ધ દરમિયાન વિશ્વાસ નિર્માણના અનેક પગલાં લેવામાં આવ્યા હોવા છતાં અને સાવચેતીભરી કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં આ બે પરંપરાગત દુશ્મનો વચ્ચે ૧૦૦ કરતાં વધુ તનાવના બનાવો બન્યા છે.

શીત યુદ્ધમાં નાટો અને વોર્સો કરાર વચ્ચે મિસાઇલનો સમય ૩૦ મિનિટ કરતાં ઓછો ક્યારેય ન હતો. તેમના વ્યૂહાત્મક મિસાઈલ પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માટે લાંબો સમય લેશે. પરંતુ ભારત અને પાકિસ્તાન કિસ્સામાં, મિસાઈલનો ફ્લાઇટ સમય માત્ર બે કે ત્રણ મિનિટનો હશે. માટે તેની સામે ઉપાયાત્મક પગલાં લેવા અથવા યુદ્ધ નિવારણ કાર્યવાહી સક્રિય કરવા માટે મોટેભાગે અપૂરતો સમય રહે છે અને આ મિસાઇલો વચ્ચેની અડચણ નહીંવત્‌ છે, તેથી જ પરમાણુ શસ્ત્રો લગભગ ચોક્કસપણે બીજી સરહદ તરફ વિતરિત કરી શકાય તે પહેલાં પ્રતિક્રિયાનો કોઈ સમય રહેતો નથી અને તે વિનાશક પરિણામો લાવી શકે છે. પરમાણુ હથિયારો અને મિસાઇલની વિવિધ સબસિસ્ટમોની પ્રક્રિયાઓ એ અત્યંત જટિલ સિસ્ટમો છે. તેથી તેમાં અકસ્માતોની એક ઉચ્ચ તક રહેલી છે. આ ઉપરાંત તેમના આકસ્મિક અથવા અનધિકૃત વપરાશને પણ વિશ્વસનીય રીતે રોકી શકાય તેમ નથી. પોતાના “દુશ્મન” પર હુમલો કરવા માટે ઉત્સાહી અધિકારીઓના જૂથ સાથે આ એક વાસ્તવિક સંભાવના છે. દાખલા તરીકે, પાકિસ્તાન ઇસ્લામિક કટ્ટર આર્મી દ્વારા બળવાના પ્રયાસોનો શ્રેણીબદ્ધ ઇતિહાસ ધરાવે છે. અને જો તેઓ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરે તો તેઓ મોટી પાયમાલી સર્જી શકે છે.

તમે પરમાણુ શસ્ત્રો માટે કોઈ તક લઈ શકો નહીં. તેનો ખૂબ જ વિનાશક ઉપયોગ આપણને બચવા માટે ખૂબ જ ઓછી તક આપે છે. માટે તેનો ઉપયોગ  ટાળવો જોઈએ. ખાસ કરીને આ ઉપખંડમાં જ્યાં બે સરકારો એક બીજા સામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરી રહી છે અને બંને દેશના નેતાઓ ખુલ્લા યુદ્ધની ધમિકો આપવામાં રચ્યાપચ્યા રહે છે.

માટે એવા તમામ નાગરિકો જે આવું ભયાનક મૃત્યુ ઇચ્છતા નથી અને તેઓ પોતાની જાતને કિરણોત્સર્ગી ધૂળમાં ફેરવી નાખવા માંગતા નથી. તેઓએ અણુશસ્ત્રો બનાવવાનું રોકવા માટે અને તેની જમાવટ કરવાનું રોકવું જોઈએ. આજે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય એવી સરકારોના હાથમાં છે જેઓ બેપરવાઈથી અને બેજવાબદાર રીતે અને પોતાની ધર્માંધ અને હઠધર્મી આગેવાની હેઠળ આ બધુ કરી રહ્યા છે. આપણે અમારી સરકાર પર દબાણ કરવા માટે નાગરિક આંદોલન કરીને આ વિનાશના માર્ગે જતાં સરકારને રોકવા અને પોતાની આ ઈચ્છાઓથી પાછા વળી જવા માટે પગલાં લેવા જ. આપણી સરકારોને હવે ફરીથી આવા પરીક્ષણો કરતાં રોકવા જોઈએ અને અણુ શસ્ત્રો બનાવવા માટેની તમામ યોજનાઓ પડતી મૂકવી જોઈએ. અને કોઇપણ સંજોગોમાં કે પરિસ્થિતિ હેઠળ અણું શસ્ત્રો વાપરવા માટેના જોખમી વિચારો છોડી દેવા જોઈએ. એ પહેલા કે ખૂબ જ મોડુ થઈ ચૂક્યું હોય, હવે આપણે આવું કરવું જ પડશે. જોઈએ. આ લેખ ‘કોમ્યુનાલિઝમ કોમ્બેટ’માં જૂન ૧૯૯૮, મહિનાની કવર સ્ટોરી હતી.

(સૌ.સબરંગ ઈન્ડિયા)