અમદાવાદ,તા.૩
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઈ અનુસાર વાહનો પર હાઈ સિકયુરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવી ફરજિયાત છે. રાજયમાં ૧૬ નવેમ્બર ર૦૧રથી હાઈ સિકયુરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવાની કામગીરી આર.ટી.ઓ./એ. આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી છે.
રાજયના જૂના વાહનોમાં હાઈ સિકયુરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવા માટેની આખરી તા.૩૧-૭-ર૦૧૮ જાહેર કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઈ સિકયુરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવા માટે નાગરિકોના આરટીઓ એ /આરટીઓ ખાતે વધુ પડતા ધસારાને અનુસંધાને તેમજ નાગરિકોની વધુ સગવડતાને ધ્યાને રાખી હાઈ સિકયુરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવા માટેની મુદ્દત તા.૩૧-૮-ર૦૧૮ સુધી લંબાવવામાં આવી છે. જે તારીખ સુધીમાં વાહનો પર હાઈ સિકયુરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) લગાડવી ફરજિયાત રહેશે જેની નાગરિકોએ નોંધ લેવા ખાસ ફરજ પરના અધિકારી, વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા જણાવાયું છે.