અંકલેશ્વર, તા. ૪
અંકલેશ્વર ઇએસઆઈ હોસ્પિટલ સારવાર માટે લાવેલ માતાના મૃત્યુ બાદ પુત્રનો પુરુષ નર્સ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ખાતે મહેશભાઈ મહાજનએ તેમની પત્ની બીમાર થતા સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં કેઝયુલ વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન બીમાર વિધ્યાબેન મહાજનનો ૧૮ થી ૧૯ વર્ષીય પુત્ર ગાળો બોલી માથાકૂટ કરતો હતો. તે દરમિયાન વિધ્યાબેનનું સારવાર દરમિયાન મોત થતા તેમનો પુત્ર ઉશ્કેરાય ગયો હતો અને વોર્ડ સારવાર કરી રહેલ પુરુષ નર્સ બ્રિજેશકુમાર શ્રીરામ ખિલાડી શર્મા પર અચાનક હુમલો કરી મોઢા તેમજ આંખો પર ફેંટો મારતા ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન નજીકનો સ્ટાફ દોડી આવી વચ્ચે પડી છોડાવ્યો હતો. અને બ્રીજકુમાર શર્માને સારવાર અર્થે ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.