નવી દિલ્હી, તા. ૧
અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ શુક્રવારે જણાવ્યું હતું કે, તેમણે દેશના સંપ્રદાયના આધારે ભાગલા પાડવા જોઇએ નહીં. જોકે તેમણે આ સલાહનો મોદીએ શું ઉત્તર વાળ્યો તે અંગે કોઇ ખુલાસો કર્યો નહોતો અને કહ્યું હતું કે, આ ખાનગી વાતનો તેઓ ખુલાસો કરવા માગતા નથી. એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઓબામાએ જણાવ્યું હતું કે, મોદીને એમ કહ્યું હતું કે, ભારતીય સમાજને એ વાતે સહજ રાખવાની જરૂર છે કે, અહીં મુસ્લિમો પોતાની ઓળખ ભારતીય તરીકે જાળવી રહ્યા છે. જે ઘણા દેશોમાં લઘુમતીઓ માટે સામાન્ય બાબત છે. ઓબામો કહ્યંુ એક દેશે સંપ્રદાયના આધારે ભાગલા પાડવા જોઇએ નહીં અને વડાપ્રધાન મોદીને મેં આ જ વાત કહી હતી જે અમેરિકાના લોકોને પણ કહી હતી.
ઓબામાએ કહ્યું કે, લોકો પોતાના વચ્ચેના અંતરને ઘણી સ્પષ્ટ રીતે જુએ છે પરંતુ પોતાના વચ્ચેની સમાનતાને ભૂલી જાય છે. સમાનતા હંમેશા લિંગ આધારિત હોય છે અને આપણે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. જોકે, મોદીએ ધાર્મિક અસહિષ્ણુતાના તેમના સંદેશને કેવી રીતે જવાબ આપ્યો તેમ પુછાતા તેમણે સીધી રીતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું કે, તેમનું લક્ષ્યાંક પોતાની અંગત વાતચીતનો ખુલાસો કરવાનું નથી. પરંતુ તેમણે કહ્યું કે, ભારતનો બહુમતી સમુદાય અને સરકારે આ તથ્યને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, બહુમતી મુખ્યત્વે મુસ્લિમો ભારતમાં પોતાની ઓળખને રાષ્ટ્ર તરીકે માને છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભારત જેવા દેશોમાં જ્યાં મુસ્લિમોની એવી વસ્તી છે જેઓ સફળ, એક સાથે રહે છે અને પોતાને ભારતીય તરીકે માને છે એવું ઘણા દેશોમાં નથી અને તેને પોષિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં સૌથી મહત્વનો પદ રાષ્ટ્રપતિ અથવા પ્રધાનમંત્રીનો નથી પરંતુ નાગરિકોનું પદ છે જેમણે પોતાને જ સવાલ કરવાની જરૂર છે કે, તેઓ કોઇ ખાસ રાજનેતાનું સમર્થન કરીને કેવા પ્રકારની વિચારધારાને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ઓબામાએ કહ્યું કે, જ્યારે તમે કોઇ નેતાને કાંઇક એવું કરતા જુઓ જે યોગ્ય નથી તો તમે પોતાને જ પ્રશ્ન કરો કે, શું હું આનું સમર્થન કરી રહ્યો છું ? નેતા એ જ અરીસાની જેમ હોય છે જેમાં સામુદાયિક વિચારો જોવા મળે છે. જો સમગ્ર ભારતમાં તમામ સમુદાયો નક્કી કરી લે કે, તેઓ વિભાજનની વિચારધારાનો શિકાર નહીં બને તો આના કારણે એવા નેતાઓના હાથ મજબૂત થશે જેઓ એવી વિચારધારા ધરાવે છે.