(એજન્સી) તા.૯
૨૦૧૫ની ચૂંટણીની જેમ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ભાજપને જાળમાં ફસાવવા માટે ઓબામા સ્ટાઇલમાં ટ્‌વીટ કરીને ભાજપને તેના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાનો પડકાર ફેંક્યો છે. આ ટ્‌વીટ પાછળ ૨૦૧૨માં અમેરિકામાં બરાક ઓબામાએ રીરન કેમ્પેનમાં જે રણનીતિ અપનાવી હતી તેનાથી પ્રેરિત છે. કોમ્યુનિકેશન સાયન્ટીસ્ટ આ પ્રકારની ઓનલાઇન પોલિટિકલ સ્ટ્રેટેજીને સોશિયલ મીડિયાના પરફોર્મેટીવ પાવર તરીકે વર્ગીકૃત કરે છે. આમ કેજરીવાલે પણ દિલ્હીમાં બરાબર લાગ જોઇને ઘા કર્યો છે કારણ કે દિલ્હી ભાજપ એકમમાં નેતાગીરીના મામલે શૂન્યાવકાશ પ્રવર્તે છે.
ભાજપના રાજ્ય પ્રમુખ મનોજ તિવારીને શીલા દીક્ષિતની વગને પડકારવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પક્ષની અંદર જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તે જોતાં ભાજપ મનોજ તિવારીને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાની શક્યતા અંગે વિચારણા કરી રહી છે પરંતુ વિજય ગોયલ જેવા વિચારકો અને ડો.હર્ષવર્ધન જેવા કેન્દ્રીય પ્રધાન જેવા જૂના જોગીઓના નામો પણ ગણતરીમાં લેવા પડે તેમ છે.
જો કે અત્યાર સુધી દિલ્હીમાં ભાજપે એવું જાહેર કર્યુ છે કે વિધાનસભાની ચૂંટણીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે. પોઝર તરીકે લારા દત્તાની ઇમેજને ટ્‌વીટ કરવામાં આવે ફરી એક વખત મુખ્ય વિરોધ પક્ષ ભાજપને તેના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા પડકાર ફેંક્યો છે. ભાજપે આ અગાઉ ૨૦૧૫ની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ કિરણ બેદીને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતાં અને ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. શું આ જ રણનીતિ ૨૦૨૦માં ભાજપને ભારે પડશે ?