(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
સુરત શહેર સર્કિટ હાઉસ ખાતે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓડિશાના નાણામંત્રી શશી ભૂષણ જીએસટીના મારથી બેહાલ થયેલા સુરતના પાવરલુમ્સી- ઇન્ડસ્ટ્રીયલની મુલાકાતે આવ્યાં હતા. નાણામંત્રી શશુ ભીષણે પત્રકારો સાથે વાતચીત કરતા વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં સાત લાખ ઓડિશાવાસી શ્રમિકો પાવરલુમ્સ સહિતના ઉદ્યોગોમાં કામ કરી રહ્યાં છે. ત્યારે ઓડિશા સરકાર પણ તેમની સાથે જ છે. જીએસટી બાદ આઈટીસીના પ્રશ્ને પણ કેન્દ્ર સામે ધારદાર રજૂઆત કરી હતી. જેના પરિણામે સારો નિર્ણય આઈટીસીમાં આવ્યો છે. આ સાથે જ તેઓ ઓડિશાના મુખ્યમંત્રીના દિશાનિર્દેશ અનુસાર શ્રમિકોની હાલત અંગેનો રિપોર્ટ તૈયાર કરશે.ઓડિશાના નાણાં મંત્રી શશી ભૂષણ બેહરાએ જણાવ્યું હતું કે, અમને ફોગવા અને પાંડેસરા એસોસિએશન દ્વારા પત્ર મળ્યાં હતાં. જેના આધારે તેઓ પોતાના પ્રતિનિધિ મંડળ સાથે અહીં આવ્યાં છે. તેમણે જણાવ્યુ હતું કે, સુરતના પાવરલુમ્સ સેક્ટરમાં ૯૦ ટકા કામદારો ઓડિશાના છે. લગભગ ૭ લાખથી વધુ ઓડિશાવાસીઓ સુરતમાં રહે છે. ત્યારે જીએસટીના કારણે આઈટીસી ન મળતાં પાવરલુમ્સ ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. ત્યારે આ અંગે ઓડિશાને પણ ઈનડાયરેક્ટ અસર પહોંચતી હોવાથી તેમણે જીએસટી કાઉન્સિલમાં આ અંગે ધારદાર રજૂઆત કરી હતી. અને તેના પરિણામ સ્વરૂપ ઓગસ્ટથી આઈટીસી મળે તેવું છે. જે સારો નિર્ણય છે. સુરતમાં લગભગ ૬૦ જેટલા વર્ષોથી ઓડિશાવાસીઓ વસવાટ કરે છે. જેના કારણે સુરતના ઉદ્યોગકારો અને સુરતીઓ પણ મજબૂત બન્યાનો દાવો કરતાં મંત્રી શશી ભૂષણ બેહરાએ જણાવ્યું હતું કે, અમારા મુખ્યમંત્રી નવીન પટ્ટનાયકના દિશાનિર્દેશ અને માર્ગદર્શન પ્રમાણે આ મુલાકાતમાં અમે કામદારોના પ્રશ્નો, આર્થિક સ્થિતી, ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથેનો તેમનો વ્યવહાર, સુવિધાઓ, શિક્ષણ, સામાજિક ક્ષેત્રથી લઈને તમામ બાબતોનો અભ્યાસ કરી સમગ્ર રિપોર્ટ મુખ્યમંત્રીને આપવાનું જણાવ્યું હતું.