અમદાવાદ, તા.૨૮
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કંપનીઓ પૈકી કોઈ કંપની દ્વારા કેમીકલયુકત પાણી ખુલ્લા પ્લોટમાં ટ્રીટ કર્યા વગર જ છોડી દેવામા આવતા સ્થાનિક રહીશો માટે શ્વાસ લેવાનુ મુશ્કેલ બની જાય એટલી હદે પરિસ્થિતિ વણસી હતી.રોડ ઉપર પણ ધુમાડા નીકળવાની સાથે સંખ્યાબંધ લોકોને ગંદી વાસને કારણે ઉલ્ટીઓ થવા લાગતા સ્થાનિક રહીશો દ્વારા ફાયરબ્રિગેડની મદદ લેવામા આવી હતી.આ અંગે મળતી માહીતી પ્રમાણે પૂર્વના ઓઢવ વિસ્તારમાં એક તરફ વરસાદ અને બીજી તરફ વિસ્તારમા આવેલા રઘુકુળ એસ્ટેટના ખુલ્લા પ્લોટમાં કોઈ કંપની દ્વારા કેમીકલવાળુ પ્રદૂષિત પાણી ટ્રીટ કર્યા વિના જ ખુલ્લા પ્લોટમા છોડી દેવામા આવતા રોડ ઉપર પણ ધુમાડા નીકળવા લાગ્યા હતા ઉપરાંત કેમીકલની ગંદી વાસને કારણે લોકોને શ્વાસ લેવાનુ પણ મુશ્કેલ બની જતા સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગની મદદ લેવામા આવી હતી.આ અંગે એડીશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટને પુછવામા આવતા તેમણે કહ્યુ કે,કોઈ કંપની દ્વારા કેમીકલયુકત પાણી ટ્રીટ કર્યા વગર જ ખુલ્લા પ્લોટમા છોડી દેવામા આવતા હવામા રહેલા ભેજને લઈને ધુમાડા નીકળવા પામતા લોકોને શ્વાસ લેવામા પણ મુશ્કેલી પડી રહી હતી.ફાયરની ટીમને ઘટના સ્થળે મોકલી ઘટતી કાર્યવાહી શરૂ કરવામા આવી છે. દરમિયાન કંપની દ્વારા આ પ્રકારે ગંભીર બેદરકારી દાખવીને ટ્રીટ કર્યા વગરનુ પાણી છોડવામા આવતા અનેક લોકોને ઉલ્ટી પણ થવા લાગતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ આ મામલે ફરીયાદ કરવામા આવી છે.
ઓઢવમાં ખુલ્લાં પ્લોટમાં ફેકટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતાં પ્રજા હેરાન

Recent Comments