અમદાવાદ, તા.૨
ઓઢવમાં આવેલા સરણીયાવાસમાંથી ઓઢવ પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યું છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી બે મહિલા દલાલ વાસમાં અલગ અલગ રૂમો અને છાપરાંઓમાં બહારથી મહિલાઓને લાવી અને તેઓ પાસે દેહવ્યાપાર કરાવતી હતી. પોલીસે બે મહિલા દલાલ અને પાંચ ગ્રાહકની ધરપકડ કરી છે. તેમજ ૧૩ મહિલાઓને મુક્ત કરાવી હતી. ઓઢવ પોલીસને બાતમી મળી હતી કે સરણીયાવાસમાં ધનીબહેન સરણીયા અને લક્ષ્મીબહેન સરણીયા નામની બે મહિલા દલાલ અલગ અલગ રૂમો અને છાપરાંઓમાં દેહવ્યાપાર ચલાવે છે. જેના આધારે પોલીસે સરણીયાવાસમાં દરોડો પડ્યો હતો. પોલીસને ત્યાંની અલગ અલગ ચાર રૂમ અને પાંચ છાપરાંઓમાંથી કુલ ૧૩ જેટલી મહિલાઓ મળી આવી હતી. તેમજ પાંચ જેટલા ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે મહિલાઓની પુછપરછ કરતા મહિલા દલાલ ધનીબહેન સરણીયા અને લક્ષ્મીબહેન સરણીયા છેલ્લા ચાર-પાંચ વર્ષથી ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરી અને તેઓ પાસે દેહવ્યાપાર કરાવે છે જેના બદલામાં તેઓને રૂપિયા આપે છે. પોલીસે કુલ સાત લોકોની ધરપકડ કરી છે.