ચેન્નાઈ, તા.૪
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટલીએ વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું છે કે ભારતીય કપ્તાને ઓફ સ્ટમ્પની બહારના બોલને રમવાની પોતાની સમસ્યા દૂર કરી દીધી છે. હવે તેની ટેકનિક પરફેક્ટ છે અને કહ્યું કે ઓફ સ્ટમ્પની બહારના બોલ પર વિકેટ ગુમાવવાની કોહલીની સમસ્યા હવે દૂર થઈ ગઈ છે. બ્રેટલીએ કહ્યું હવે ટેકનિકલ રીતે કોહલી વધારે મજબૂત થઈ ગયો છે. કોહલીની અંદર રન બનાવવાની મોટી ભૂખ છે અને આજ કારણે તે આજે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આટલો સફળ છે.