(એજન્સી) તા.૧૦
ઈસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી)એ સોમવારે સંપૂર્ણ વેસ્ટબેન્કમાં ઈઝરાયેલના પેલેસ્ટીની આવાસોને ધ્વસ્ત કરવાની ટીકા કરી, જેના કારણે ડઝનો પરિવાર પોતાના ઘરો અને જમીનોથી વિસ્થાપિત થયા. ઓઆઈસીએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ કાર્યવાહી પેલેસ્ટીની ક્ષેત્રોમાં ઈઝરાયેલના કબજાથી જાતીય સફાઈ એનેકસેશન અને ઔપનિવેશિક ઉકેલ યોજનાઓની નીતિઓની હેઠળ આવે છે. આ રેખાંકિત કરતા કે આ પગલું આં.રા. કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું ઉલ્લંઘન કરે છે, મુસ્લિમ એકમે આં.રા. સમુદાયને આહ્‌વાન કર્યું કે તે પેલેસ્ટીની ક્ષેત્રોમાં પોતાના ઉલ્લંઘન અને અપરાધોને સમાપ્ત કરવા માટે ઈઝરાયેલ પર વધુ દબાણ નાખે. જે થયું તે વ્યાપક અને માત્ર શાંતિ પ્રક્રિયાની સેવા નથી કરતા. જેને બે રાજ્ય સમાધાન અને પૂર્વ જેરૂસલેમની સાથે પેલેસ્ટીન રાજ્યની રાજધાની તરીકે સ્થાપિત કરવાની પહેલ પર આધારિત છે. ચાર વર્ષમાં સૌથી મોટી વિવશ વિસ્થાપનની ઘટના જોર્ડન ખીણમાં સ્થિત હમ્સા અલ બકાઈના પેલેસ્ટીની સમુદાયમાં ૩ નવેમ્બરે થઈ. એક નિવેદનમાં પાછલા અઠવાડિયે જણાવ્યું કે ઈઝરાયેલના અધિકારીઓએ ૪૧ ઘરો સહિત ૭૩ લોકોને વિસ્થાપિત કરી દીધા. જ્યારે ઈઝરાયેલના અધિકારીઓએ તેમના ઘરો અને અન્ય સંરચનાઓને ધ્વસ્ત કરી દીધી હતી અને સંયુક્ત પેલેસ્ટીની ક્ષેત્ર માટે સંયુક્ત રાષ્ટ્રના માનવીય સમન્વયક એડવોકેટ યવોન હેલેને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે માનવીય એજન્સીઓએ પેલેસ્ટીની સમુદાયમાં ૭૬ ધ્વસ્ત એકમોનું સમર્થન કર્યું, પાછલા એક દશકામાં એક વિધ્વંશમાં સૌથી વધુ સંખ્યા છે.