વાપી, તા. ર૬
વલસાડમાં માનવ વસાહતમાં ચાલતાં ઓઈલ અને કેમીકલ કૌભાંડને શહેરના જાગૃત આર.ટી.આઇ. એકટીવિસટ કેતન શાહે ખુલ્લું પાડ્યું છે. આ ગેરકાનૂની રીતે ચાલતાં નકલી ઓઈલના ધંધા સામે પગલાં ભરવા માટે કેતન શાહે જિલ્લા કલેકટર કચેરી, મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ, વલસાડ શહેર પુરવઠા વિભાગ, રોજગાર કચેરીમાં અને વલસાડ નગરપાલિકા ફરિયાદ કરી છે.
વલસાડ શહેરમાં મોટાબજાર, બંદર રોડ, લીબર્ટી ચાલ, દુકાન નં ૩.માં જીજ્ઞેસભાઈ તીથલ રોડ, કોલેજ કોઈ પણ જાતનાલાયસન્સ વગર ગેરકાયદેસર ઓઈલ, ગ્રીસ, તેમજ કેમીકલ કે, જે જવલનશીલ વસ્તુઓ છે. તેનું રીટેલ અને હોલસેલ વેચાણ કરી રહ્યા છે.આ તમામ ચીજો જવલનસીલ હોય રહેણાક વિસતારના વચ્ચે મોટો ઞોડાઉનમાં જથ્થો રાખે છે. જો આગ લાગે તો આ રહેણાંકી વિસતારના ઘર અને તેમાં રહેતા રહેવાસીઓની શું હાલત થાય ? લાયસન્સ લીધા ન હોવાના કારણે જી.એસ.ટી જેવા કેટલાંક ટેક્ષોની પણ ચોરી કરે છે. આ માલ લાવવા લઈ જવા માટે પોતાની ખાનઞી સફેદ કલરની ગાડી હોન્ડાઈ જી.જે.૧૫ સી.ડી.૮૨૪૬ વાપરે છે. જે ગાડીનો અકસ્માત ભર બજારમાં થાય તો આ જવલનશીલ વસ્તુના કારણે શું થાય ??? આ ગોડાઉનમાંથી આ વસ્તુ લઈ જવા આ વ્યકતિ જે રિક્ષા વાપરે છે. તે રિક્ષારાં આગળ પાછળ નંબર નથી…શું.
તેમજ જે ઓઈલ વેચે છે તે કંપનીનું નામ (શક્તિ) છે.જે પેકીંગ પર દુબઈ અને બાજુમાં ઇન્દોર લખ્યું છે. તો શું દુબઇનું ઓઈલ પરવાનગી વગર વેચી શકાય ???? કે, પછી બોગસ પેકીગ છે ???? તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, આવુ એક ઞોડાઉન આ વ્યકતિએ મોગરાવાડીમાં પણ રાખ્યું છે. તો શું મોગરાવાડીનું ઞોડાઉન પણ ઞેરકાયદેસર છે ????? આવા મોટા પીપળામાં આવા જવલનશીલ વસ્તુ ઞોડાઉનમા લાવે છે પછી જાત જાતના ઓઈલ કેમીકલ મીક્ષ કરી ઞેરકાયદેસર બિનધાસ્ત બનાવી લાવે લય જાય છે. આ પ્રકરણમાં કેતન શાહે મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ મા ફરીયાદ કરી છે….અને જણાવ્યું છે કે આ લીબર્ટી ચાલ વર્ષો પુરાણી ખૂબજ જર્જરીત બિલ્ડીંગ છ.જેને નગરપાલિકા નોટીસ પણ અગાઉ આપી ચુકી છે.અને તેઓએ જણાવ્યું હતું કે અધિકારી ઓ આ પુરાવા જોયા પછી પણ જવાબદાર તંત્ર ત્વરીત પઞલા ભરશે ખરૂં ?