અમદાવાદ, તા.૬
‘ઓખી’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તે પહેલાં જ નબળું પડી દરિયામાં સમાઈ જતાં સરકાર અને વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો છે. જો કે ‘ઓખી’ વાવાઝોડાને પગલે ગુજરાતમાં થયેલા વરસાદને પરિણામે તેમજ વાદળછાયા વાતાવરણમાં ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતવાસીઓએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. વરસાદને પરિણામે સમગ્ર ગુજરાતમાં કોઈ હિલ સ્ટેશન હોય તેવી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો હતો. રાજ્યમાં બુધવારે ૧ર.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા અને વલસાડ ઠંડુગાર બની ગયા હતા. સમગ્ર રાજ્યમાં જામેલા ઠંડીના માહોલને પરિણામે દિવસ દરમિયાન પણ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડ્યા હતા. ‘ઓખી’ વાવાઝોડું નળબું પડતું ગુજરાત પરથી ખતરો ટળ્યો છે. જો કે વરસાદ પડ્યા બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતવાસીઓ કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે અને સમી સાંજે ઠંડીથી બચવા લોકો ઘરમાં પુરાઈ રહેતા રસ્તાઓ સૂમસામ ભાસતા હતા જ્યારે કેટલાક લોકોએ તાપણાનો આશરો લઈ ઠંડીથી બચાવ કર્યો હતો. બુધવારે ૧ર.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા અને વલસાડ વાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા હતા જ્યારે ભૂજમાં ૧પ, વડોદરામાં ૧પ.૪, ઈડરમાં ૧પ.પ, અમદાવાદમાં ૧પ.૬, ગાંધીનગરમાં ૧૬, અમરેલી ૧૬.૪, સુરતમાં ૧૬.૬ અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૧૬.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હજુ પણ કેટલીક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે. જો કે અચાનક લઘુત્તમ તાપમાન ઘટી જતાં અને ઠંડા પવનો ફૂંકાતા તેમજ વરસાદી માહોલ સર્જાતા લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો.
‘ઓખી’ને પગલે ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા નલિયા અને વલસાડમાં પારો ૧ર.૬ ડિગ્રી

Recent Comments