અમરેલી,તા.૧૭
અમરેલી એસબીઆઈ બેંકમાં ૫૦૦ના દરની ૪૬૦૦૦ની જૂની જાલીચલણી નોટો નંગ ૯૨ ભરણમાં જમા કરાવી જતા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીની એસબીઆઈ બેંકમાં તા.૬/૧૨/૨૦૧૬ દરમ્યાન કોઈપણ સમયે કોઈ અજાણયા ગ્રાહકો દ્વારા બેંકના ભરણામાં જૂની ૫૦૦ના દરની ૪૬૦૦૦ની નોટો જમા કર્યા હતા અને તે નોટો આરબીઆઇમાં મોકલતા તે નોટો જાલી નોટો હોવાનું સામે આવતા સિટી પોલીસમાં બેંકના કર્મચારી પરેશકુમાર પારેખ એ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.