સુરત, તા.૯
ઓલપાડ-કિમ રોડ પર ઉભલી આઈસર ટ્રકની પાછળ ફૂલ સ્પીડમાં કાર ઘુસી ગઈ હતી. ધડાકાભેર સર્જાયેલા એક્સિડન્ટમાં કારનો ખુડદો વળી ગયો હતો. કારની જમણી ડ્રાઈવર સાઈડના પતરા ચીરાઈ ગયાં હતાં. જેથી ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુન્સ દ્વારા ઈજાગ્રસ્ત કાંતિભાઈ નગીનભાઈ રાઠોડને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ અર્ધબેભાન અવસ્થામાં ખસેડવામાં આવ્યાં હતાં. માથામાં ઈજા થયેલા કાંતિભાઈની તબીબોએ સારવાર શરૂ કરી છે. બીજી તરફ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ આદરી છે.