(એજન્સી) શ્રીનગર, તા.૭
પૂર્વ મુખ્યમંત્રી ઉમરઅબ્દુલ્લાહે જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ.પી. વૈદ્યની બદલીને કસમયની ગણાવી તેની ટીકા કરી કહ્યું હતું કે રાજ્યની પોલીસ નેતૃત્વ વગર સ્થિતિનો મુકાબલો કરવા અંગે મુંઝવણમાં મુકાઈ શકે છે. રાજ્ય સરકારે ડીજીપી વૈદ્યના સ્થાને ગુરૂવારે રાત્રે ડીજી (જેલ) દિલબાગસીંગને ડીજી તરીકે નિમ્યા હતા. જો કે કાયમી નિમણૂક હજુ બાકી છે. ડીજીની બદલીમાં હળબળાટ કરાયો છે. શા માટે કામચલાઉ ડીજી નિમાયા ? હાલના નવા ડીજી જાણતા નથી કે તેઓ આ પદ પર કેટલો સમય રહેશે કે જશે. આ સારી વાત નથી. વિદાય લેતા ડીજી વૈદ્યે પોલીસ પ્રશાસન અને લોકોનો સહકાર બદલ આભાર માન્યો હતો.