(એજન્સી) તા.૨૩
પુલવામા આતંકી હુમલાના પગલે કાશ્મીરીઓને ધાકધમકી આપવાના અને હિંસા આચરવાના કેસમાં જુદા જુદા રાજ્યોમાંથી અહેવાલો મળી રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ અન્ય રાજ્યોમાં વસતા ખીણના લોકોને સુયોજિત રીતે નિશાન બનાવવા પર વડાપ્રધાન મોદીના મૌન પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરીઓ પરના હુમલાને ભાજપની મંજૂરી હોય એવું જણાય છે.
અબ્દુલ્લાએ પોતાના સાથી પક્ષ કોંગ્રેસને પણ છોડ્યો ન હતો અને આજના વિકટ સમયમાં કાશ્મીઓને નૈતિક સહયોગ પૂરો પાડવામાં તેની નેતાગીરીની નિષ્ફળતા સામે પ્રહારો કર્યા હતા. શ્રીનગરમા ૩૦ મિનિટની પત્રકાર પરિષદમાં અબ્દુલ્લાએ ૨૦૦૮ના હુમલાની વાત કરી હતી અને ત્યાર બાદ બીજા જ દિવસે વડાપ્રધાન મનમોહનસિંહ કઇ રીતે રાષ્ટ્રીય ટેલિવિઝન પર આવ્યા હતા અને કોઇ ચોક્કસ સમુદાયને નિશાન ન બનાવાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી.
૨૬-૧૧ હુમલાની તિવ્રતા પુલવામા કરતા વધુ મોટી હતી. વડાપ્રધાને એવું કહ્યું છે કે જે લોકો નવી ટ્રેન્ડની ટીકા કરતા હોય તેમને શિક્ષા થવી જોઇએ. કોઇ કારણોસર આપણા વડાપ્રધાનને સમગ્ર સમુદાય પરના હુમલા કરતા ટ્રેનની બાબત વધુ ચિંતાજનક છે. આ એવા વડાપ્રધાન છે કે જેમની અગ્રીમતા સમજવા હું નિષ્ફળ છું. ૨૦ ફેબ્રુ.ના રોજ વડાપ્રધાન મોદીએ એવું જણાવ્યું હતું કે જે લોકો ભારતની પ્રથમ એન્જિનવિહીન ટ્રેન વંદેભારત એક્સપ્રેસની મજાક ઉડાવી રહ્યા હોય તેમને ભારતના એન્જિનિયરો અને ટેકનિશિયનોના અપમાન બદલ સજા થવી જોઇએ. ૧૪ ફેબ્રુ.ના રોજ પુલવામા આતંકી હુમલા બાદ ભારતમાં અભ્યાસ કે બિઝનેસ માટે ભારતના જુદા જુદા ભાગોમાં વસતા કાશ્મીરીઓની કનડગત ચાલુ છે.
મોદી માટે સમગ્ર સમુદાયના શેતાનીકરણ કરતાં ટ્રેનની ટીકા વધુ ચિંતાજનક છે : ઓમર અબ્દુલ્લા

Recent Comments