તા.૭
નેશનલ કોન્ફરન્સ નેતા ઓમર અબ્દુલ્લાએ ઉત્તરપ્રદેશના લખનૌમાં બે કાશ્મીરી વિક્રેતા પરના હુમલાને વખોડી કાઢતા કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરને ભારતનું અવિભાજય અંગની માન્યતાને આથી વધુ મોટું નુકસાન શું હોઈ શકે ? પૂર્વ મુખ્યમંત્રીએ લખનૌમાં કાશ્મીરી વિક્રેતા પર ભગવા ટોળકીના હુમલાનો વીડિયો જોયા બાદ વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો હતો અને પી.એમ. મોદીને આડેહાથ લેતા સવાલ કર્યો કે રાજય સરકારમાં તમારા પસંદ કરેલા મુખ્યમંત્રી છે તમારા કહેવા છતાં અત્યાચારનો ઘટનાક્રમ અવિરતપણે ચાલી રહ્યો છે. શું લખનૌમાં બે કાશ્મીરી વિક્રેતાની ભગવાધારી ટોળકી દ્વારા મારપીટ કેસમાં પગલાં લેવાય અથવા તમારા હસ્તક્ષેપની અપેક્ષા રાખી શકાય ? કે પછી તમારા વચનો જુમલા માત્ર છે એવી વિશેષ કોઈ જ નહીં. આ પ્રકારની ઘટનાથી કાશ્મીર ભારતનું અવિભાજય અંગની માન્યતાને નુકસાન પહોંચી શકે છે તેમ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું. આ દરમ્યાન પૂર્વ આઈએએસ શાહ ફૈસલે વડાપ્રધાન મોદીને ટવીટ કરી વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાની માગણી કરી સાથે જ આ સંગઠનોને આતંકવાદી સંગઠનો ઘોષિત કરવા સંયુકત રાષ્ટ્રને અપીલ કરી છે.