(એજન્સી) તા.૩
ત્રિપુરામાં તાજેતરમાં સમાપ્ત થયેલ લોકસભા ચૂંટણીમાં ભાજપના સુંદર વિજય બાદ બિપ્લબ દેબના વડપણ હેઠળ રાજ્ય સરકારના તત્કાલિન આરોગ્ય પ્રધાન સુદિપ રોય બર્મનની કેબિનેટમાંથી બાદબાકી કરવામાં આવી હતી.
જે લોકો ભાજપના હિતમાં ભાંગફોડ કરી રહ્યા છે તેમને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે એવી ચેતવણી મુખ્ય પ્રધાન બીપ્લબ દેબે આપ્યાના અઠવાડિયા બાદ સુદિપ રોય બર્મનને કોબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. બર્મન વિરુદ્ધ લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ આચરવાનો આરોપ છે. બર્મન પર શક કરવા માટે ભાજપ પાસે ઘણા કારણો છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો સાથે બર્મન કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.
બર્મનની હકાલપટ્ટી માટે એક નેતાએ ફિલ્મ ‘ઓમકારા’નું ઉદાહરણ ટાંક્યું છે. આ ફિલ્મમાં કરીના કપૂરની તેના પતિની ભૂમિકા કરતા અજય દેવગણે કરીનાકપૂરે પોતાની સાથે છેતરપિંડી કરી છે એવા શકના આધારે કરીના કપૂરની હત્યા કરવામાં આવે છે.
કરીનાની હત્યા પહેલા તેના પતિને કરીનાના પિતાના શબ્દો યાદ આવ્યાં હતા. કરીનાના પિતાએ એક વખત અજય દેવગણને જણાવ્યું હતું કે ‘જો લડકી અપને બાપકો ઠગ સકતી હૈ, વોહ કીસી ઔરકી સગી ક્યા હોગી ?’ તેનું કારણ એ છે કે કરીનાના પિતાએ તેના એક રીઢા અપરાધી ઓમ શુક્લ (અજય દેવગણ) સાથેના સંબંધને માન્ય રાખ્યા ન હતા. સ્પષ્ટપણે ઓમકારાના આ ડાયલોગની ક્લિપ વોટ્સએપ દ્વારા કોઇકે પક્ષની કેન્દ્રીય નેતાગીરીને મોકલી હોવાનું જણાય છે. ભાજપે આ સૂચનને ગંભીરતાથી લીધું લાગે છે કારણ કે હવે તેણે પ.બંગાળમાં ભરતી ઝુંબેશ અટકાવી દીધી છે અને સંપૂર્ણ ચકાસણી બાદ જ નવા હાઇ પ્રોફાઇલ સભ્યોને જ સ્વીકારશે.
પ.બંગાળ અને ત્રિપુરામાં ભાજપની ‘ઓમકારા’ સમસ્યા

Recent Comments