(એજન્સી) તા.ર૮
ભારતીય જનતા પાર્ટીને પોતાના બળવાખોર વર્તનથી અનેક વખત હેરાન કરી ચુકેલા યોગી સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભર ફરી એકવાર સામે આવ્યા છે. ચૂંટણી નજીક આવતા જ રાજભરનું વલણ બદલાવા લાગ્યું છે. આજમગઢથી ધારાસભ્ય રાજભરએ સરકારને નિશાના પર લેતા જણાવ્યું કે જો તેમની માંગો સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ગઠબંધન છોડી દેશે.
સરકારને અલ્ટીમેટમ આપતા રાજભરે જણાવ્યું કે જો ઓબીસીની ર૭ ટકા અનામતમાં પછાતોને ભાગ નહીં મળે તો તેઓ ર૪ ફેબ્રુઆરીએ ભાજપથી અલગ થઈ જશે. તેની સાથે જ રાજભરે આવે થવાની સ્થિતિમાં રપ ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશની ૮૦ અને બિહારની ૧૬ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાની પર જાહેરાત કરી છે. સાથે જ સરકાર પર નિશાન સાધતા તેમણે જણાવ્યું કે ચેનલો પર ચાલી રહેલા સર્વે મુજબ આ વખત ભાજપને પાછલી વખતની સરખામણીમાં ૧૦૦ બેઠકો ઓછી મળશે. રાજભરે રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો અને સુપ્રીમકોર્ટ પર ટિપ્પણી અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સીધા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને નિશાના પર લેતા પૂછયું કે શું તેઓ સુપ્રીમકોર્ટથી મોટા છે ? તેમણે જણાવ્યું કે, અદાલત નિર્ણય નથી લઈ શકતી તો સરકાર શું કરી લેશે ? જો તેમને આટલી જ ઉતાવળ હતી તો પાંચ વર્ષથી કેન્દ્ર અને રાજયમાં તેમની જ સરકાર છે. આ દરમ્યાન રામમંદિર બનાવી લેવાનું હતું. રામમંદિર પર નિવેદનબાજી માત્ર સાધુ સંતોને શાંત કરવા માટે કરવામાં આવી રહી છે. રાજભરે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ અને લોકસભા ચૂંટણી ર૦૧૯ માટે પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી બનાવવા પર પણ ટિપ્પણી કરી તેમણે જણાવ્યું કે, બધુ જાતિવાદમાં વહેંચાઈ ચુકયું છે. પ્રિયંકાને પાર્ટીમાં શામેલ કરવાથી કોંગ્રેસને કોઈ મોટો લાભ થવાનો નથી. તેમણે મુલાયમસિંહના નાના-ભાઈ અને પૂર્વ સપા નેતા શિવપાલ યાદવ પર પણ ટિપ્પણી કરતા જણાવ્યું કે જયારથી શિવપાલ પર ભાજપનો સિક્કો લાગ્યો છે ત્યારથી તેઓ ફેલ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે શિવપાલ યાદવ સપાથી અલગ થઈને પોતાની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા) બનાવી લીધી છે. આ પહેલા તેમના ભાજપમાં શામેલ થવાની આશંકા હતી.