કિમ્બરલે, તા.૧૪
ઓલ રાઉન્ડર શાકીબુલ હસને દ.આફ્રિકા વિરૂદ્ધ રવિવારથી શરૂ થયેલ વન-ડે સિરીઝ માટે બાંગ્લાદેશની વન-ડે ટીમમાં પુનરાગમન કર્યું છે. યજમાન વિરૂધ્ધ બે ટેસ્ટમાં પરાજય બાદ બાંગ્લાદેશ ટીમ માટે આ સિરીઝ આસાન નહીં હોય દ.આફ્રિકાની ટીમમાં ડિવિલીયર્સનું પુનરાગમન થયંુ છે જે વિશ્વનો સૌથી ખતરનાક વન-ડે બેટ્‌સમેનોમાંથી એક છે આ ઉપરાંત ડ્યુમીની પણ ટીમમાં પરત ફર્યો છે જેણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દીધું છે.