બ્લોમફોર્ટન, તા.પ
બાંગ્લાદેશ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં ઈજાગ્રસત થયેલા માર્ની મોરકલના સ્થાને દ.આફ્રિકાની ટીમમાં સામેલ કરાયેલા. ડેન પેટરસનને વન-ડે સિરીઝ માટે પણ ટીમમાં સ્થાન મળ્યું છે. પેટરસનને પહેલીવાર દ.આફ્રિકાની વન-ડે ટીમમાં સામેલ કરાયો છે. ડુપ્લેસિસની કપ્તાન તરીકે પહેલી વન-ડે સિરીઝ હશે. ટીમ, ડુપ્લેસીસ, હાશીમ અમલા, બાવુમા, બેહરદીન, ડીકોક, ડીવિલિયર્સ, ડ્યુમિની, તાહિર, મિલર, પારર્નેલ, પેટરસન, ફેહાલુકવાયો, પ્રીટોરીયસ, રબાડા.