(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાનો ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડના ડાયરેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉ પણ કેસરિયા પક્ષને કેન્દ્રીય જાહેર ક્ષેત્રોના મહત્વના વિભાગ સોંપવામાં આવ્યા હોય આ વર્ષે મેમાં કેન્દ્રની ભાજપ સરકારે પોતાના મુખ્ય નેતાઓની નવરત્ન પીએસયુમાં સ્વતંત્ર નિમણૂક કરીને પુરસ્કાર આપ્યો છે. આ લાભ મેળવવામાં દિલ્હી ક્ષેત્રના ઉપાધ્યક્ષ શાઝિયા ઈલ્મી, ગુજરાત આઈટી સેલ કન્વીનર રામુકા કચેરીયા, ગુજરાતમાં પક્ષનો લઘુમતી ચહેરો આસિફાખાન, ઓરિસ્સાના ભાજપ પૂર્વ ધારાસભ્ય સુરમા પાધે બિહારના વિધાન પરિષદના પૂર્વ સભ્ય કિરણઘાઈ સિન્હાનો સમાવેશ થયો છે. પાત્રાની નિમણૂકથી તેમની લાયકાત પર ઘણા પ્રશ્નો ઉભા થયા છે. સુપ્રીમકોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે સંબિત પાત્રાની ઓએનજીસીના ડાયરેકટર પદ પર નિમણૂક માટે શું લાયકાત છે. તેઓ માત્ર ભાજપના પ્રવકતા છે. શું ઓએનજીસી ભાજપની ખાનગી મિલકત છે. પત્રકાર પ્રાન્જોયગુહાએ પણ કટાક્ષમાં લખ્યું હતું કે ઓએનજીસી : ભાજપના સંબિત પાત્રા પીએસયુ કંપની બોર્ડના પક્ષના નવા સભ્ય બન્યા.