– અમિત રાજપૂત

એક ભદ્ર કે જાગૃત નાગરિક આળસ અથવા નબળી વિચારસરણીવાળા મતદાનવાળા દિવસે બૂથ સુધી જતો નથી તો તેનું કેટલું મોટું નુકસાન રાજ્ય અથવા દેશને લાંબા સમય સુધી ભોગવવું પડે છે, એનો અંદાજ તેને તે સમયે થતો નથી. વસ્તુતઃ બાદમાં આ ડંખથી સ્વયં તે ભદ્ર વ્યક્તિ પણ બચી શકતો નથી. આવા લોકોને વોટ ના આપવાથી ધનબળ, બહુમતી અને સંકુચિત વિચારથી પ્રભાવિત લોકોના વોટોનું સરેરાશ વધી જાય છે અને આ વધતા સરેરાશ મતના પ્રતિનિધિનું સાકાર રૂપ જનતાને પહેલાં ખરાબ જનપ્રતિનિધિ પછી ખરાબ સરકાર રૂપે મળે છે. આવામાં સારા પ્રતિનિધિને ચૂંટવા માટે સારા અને વિવેકશીલ લોકોનું મતદાન કેન્દ્ર સુધી પહોંચવું બહુ જરૂરી છે.

સામાન્ય ઈચ્છા :

ફ્રાન્સિસ ચિંતક રશિયનોની ‘સામાન્ય ઈચ્છા’ પણ આ જ હતી કે સમાજમાં તે નિયમ લાગુ થાય, જે કોઈ એક વર્ગની ઈચ્છા સુધી સીમિત ના રહે બલ્કે જેમાં રાજ્યના બધા વર્ગોના લોકો સામેલ હોય અને પછી તેનું જે પ્રતિફળ મળે તેને જ નેતૃત્વ સમજવામાં આવે. એના માટે રશિયનોએ વિધાયકોની જરૂરત બતાવી છે. તેમણે કહ્યું છે કે વિધાયકોની જરૂરત એટલા માટે પડે છે કે જો કે જનતા સર્વદા લોકકલ્યાણ ઇચ્છે છે. છતાં તે આને સમજવામાં હંમેશા સમર્થ નથી હોતી. સંભવ છે કે સાંસદની ઉમદા પસંદગીમાં સમાજના દરેક વર્ગના લોકો પોતાનું મતદાન કરે તો સરેરાશ ઉપયુક્ત સાંસદની પસંદગી થઈ જાય, એટલે બધાએ મતદાન કરવું અતિજરૂરી છે.

એક રિપોર્ટ અનુસાર વધારે ભણેલા ગણેલા અને બાબુજી ટાઈપના લોકોનું મતદાન લગભગ ઘણું ચોંકાવનારું છે. આમાંથી ઘણા બધા લોકો માત્ર આ વિચારીને વોટ કરવા નથી જતા કે ભલા મારા એકલાના વોટ ના આપવાથી શું બગડી જશે. તેમને અંદાજ પણ નથી હોતો તેમના એક એકલા વોટ ના કરવાથી કોઈ અન્યની નહીં પરંતુ એમની પૂરી સરકારની જ છબી કંઈથી કંઈ થઈ જાય છે. વિશ્વભરમાં માત્ર એક વોટથી થયેલ આવા ચડ-ઉતરના ઘણા બધા ઉદાહરણ જોવા મળે છે.

સૌથી પહેલાં આપણા જ દેશમાં કર્ણાટક રાજ્યનું ઉદાહરણ લો. ર૦૦૪એ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં એ.આર. કૃષ્ણમૂર્તિ સાંથે મારાહલ્લીની એસસી સુરક્ષિત સીટથી આર. ધ્રુવનારાયણ વિરુદ્ધ લડી રહ્યા હતા. આમાં કૃષ્ણમૂર્તિ માત્ર એક વોટના અંતરથી હારી ગયા હતા. આ પ્રકારની ઘટના માટે કર્ણાટક ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. એના ચાર વર્ષ બાદ આવી જ એક મોટી ઘટના રાજસ્થાનમાં જોવા મળી હતી. આ વખતે તો એક વોટના કારણે મુખ્યમંત્રી જ બદલાઈ ગયા હતા. વાત વર્ષ ર૦૦૮ની છે. રાજસ્થાનમાં કોંગ્રેસના રાજ્ય અધ્યક્ષ સીપી જોશી મુખ્યમંત્રી પદના દાવેદાર હતા. તે એસેમ્બલી ચૂંટણીમાં કલ્યાણસિંહ ચૌહાણથી માત્ર એક વોટના અંતરથી હારી ગયા હતા.

રાજ્યોની વાત તો અલગ રહી. કેન્દ્રમાં પણ અટલબિહારી વાજપેયીની સરકાર રૂપે આવું ઐતિહાસિક ઉદાહરણ મોજૂદ છે. ૧૭ એપ્રિલ ૧૯૯૯એ ૧૩ માસ પૂરા કર્યા બાદ લોકસભામાં વિશ્વાસ મત દરમિયાન વાજપેયી સરકાર માત્ર એક વોટથી જ પડી ગઈ હતી, આ અલગ વાત છે કે તેના બાદ થયેલ ચૂંટણીમાં જીતીને વાજપેયી જ ફરીથી વડાપ્રધાન બન્યા અને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો.

એક વોટનું અંતર કેટલું શક્તિશાળી હોય છે, એ જર્મનીના લોકોથી સારી રીતે કોણ બતાવી શકે છે. વર્ષ ૧૯ર૩માં એડોલ્ફ હિલટર એક વોટના અંતરથી જ નાઝીદળના પ્રમુખ બન્યા હતા. અમેરિકામાં પણ એક વોટની હેરાફેરીથી મોટા-મોટા પરિવર્તન જોવા મળે  છે. વર્ષ ૧૭૭૬માં ત્યાં એક વોટને કારણે જે જર્મનીની જગા અંગ્રેજીનો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ સિવાય ૧૯૧૦માં ન્યૂયોર્કના ૩૬માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટસ ચૂંટણીમાં એક રિપબ્લિક ઉમેદવાર માત્ર એક વોટથી હારી ગયા હતા. આનાથી રિપબ્લિક પાર્ટીમાં શોકનું વાતાવરણ થઈ ગયું હતું. વર્ષ ૧૮૪પમાં ટેકસાસ એક વોટના અંતરથી જ સંયુક્ત રાજ્ય અમેરિકાનો હિસ્સો બન્યો. મેસાચુસેટ્‌સ પ્રાંતના ગવર્નરની ચૂંટણીમાં ૧૮૩૯માં માર્કસ મોર્ટન પણ માત્ર એક વોટથી જીત્યા હતા.

આ પ્રકારે પાંચ દાયકા પહેલાં ૧૯૬૮માં દક્ષિણી ઓસ્ટ્રેલિયાના એસેમ્બલી હાઉસની ચૂંટણીમાં માર્ટિન કેમરોન માત્ર એક વોટથી હારી ગયા હતા. ફ્રાન્સની વાત કરીએ તો ત્યાં પૂરેપૂરી સત્તાનું સ્વરૂપ જ એક વોટના અંતરથી બદલાય ગયું હતું. નહીં તો ત્યાંના લોકોની જરા જેટલી ચૂકથી પણ જૂની રાજારાહીને જ વહન કરવી પડતી. વર્ષ ૧૮૭પમાં એક વોટની જીતથી જ ફ્રાંસમાં નેપોલિયન રાજાશાહીની વાપસીનો નિર્ણય ખારિજ થઈ ગયો અને ગણતંત્ર યથાવત રહી ગયું. કેનેડામાં ચાર્લ્સ વેસ્લે કલ્ટર ૧૮૮૭ની સંઘીય ચૂંટણીમાં હાલ્ડીમાંડથી એક વોટથી હારી ગયા હતા. આ વર્ષ સંઘીય ચૂંટણીમાં જ મોન્ટમોરેન્સીથી પીવી વેલિન પણ એક વોટથી હારી ગયા હતા. એના બાદ અહીં વોટને લઈને લોકો સજાગ રહેવા લાગ્યા, વસ્તુતઃ થોડાક થોડાક વર્ષોના અંતરથી મતદાનના આ ચમત્કાર દેખાતા રહ્યા.

બિરબલની ખીચડી

દુનિયામાં એક-એક વોટની તાકતના આટલા અદ્‌ભુત ઉદાહરણો બાદ પણ જો દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં લોકો એક વોટની કિંમત ના સમજે અને મતદાન કરવા માટે ઘરથી બહાર ના નીકળે તો આદેશમાં નિવાસ કરનારા જનોની અંદર બદલાવની ઠંડી પડેલી આગ પર બીરબલની ખિચડી સિવાય ભલા બીજું શું પકાવી શકાય છે.

(સૌ. : ન.ભા.ટા.)