હૈદરાબાદ, તા.૧૮
હૈદરાબાદના મેહદીપટનમના નાનાલનગર સ્થિત મસ્જિદ-એ-કૂબામાં ઈસ્લામ ધર્મ વિશેની ખોટી માન્યતાઓ દૂર કરવાના પ્રયાસના ભાગરૂપે રવિવારે બિન મુસ્લિમ સમુદાય માટે ‘ઓપન મસ્જિદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંવાદમાં ભાગ લેવા તમામ ધર્મના લોકો માટે મસ્જિદના દ્વાર ખૂલ્લા રાખવામાં આવ્યા હતા. ‘ઓપન મસ્જિદ’ કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાયની નમાઝ, અઝાન, વુઝુ સહિત દિનચર્યાની જાણકારી આપવામાં આવી હતી અને મસ્જિદમાં આવનારા લોકોને પવિત્ર કુર્આનશરીફની પ્રત આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હિન્દુ, શીખ, ખ્રિસ્તી સહિત વિભિન્ન સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અધિકાંશ મસ્જિદોના વાસ્તુકળામાં મિનારા કેમ છે વગેરે વિશે સંબંધિત જ્ઞાન પીરસવામાં આવ્યુંં હતું.
આ પ્રકારની મેજબાની કરવામાં દેશની પ્રથમ મસ્જિદ ઉપરાંત મસ્જિદ-એ-કુબાની વાસ્તુકલા અને નિર્માણ વિશિષ્ટ છે. ત્રણ માળની આ મસ્જિદ એક જ સમયમાં ૧ર૦૦થી વધુ લોકોને સમાવિષ્ટ કરી શકે છે. ઈસ્લામ ધર્મના પાયાના સિદ્ધાંતો સમજાવતા મુદ્રિત ચાર્ટ વાંચવા અને વ્યાખ્યા કરવા મસ્જિદના પ્રથમ માળે લગાવવામાં આવ્યા છે. ‘ઓપન મસ્જિદ’ કાર્યક્રમમાં આગંતુકોંને ખજૂર અને શીરખુરમા પીરસવામાં આવ્યા હતા. હાલમાં જ ઈસ્લામ ધર્મ, અંગિકાર કરનાર, મોહમ્મદ મુસ્તફાને સૌ પ્રથમ ઓપન મસ્જિદ કાર્યક્રમનો વિચાર મૂક્યો એમને આ પ્રકારના કાર્યક્રમો પર વિશ્વાસ છે કે કારણ કે પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના સમયમાં નિકાહ, ઈસ્લામિક શિક્ષક અને વિદેશી પ્રતિનિધિઓ સાથેની બેઠક માટે મસ્જિદ એક માત્ર સ્થાન હતું. વિદ્વાનો મુજબ, જ્યારે મસ્જિદ બંદગીનું કેન્દ્ર હતી તે સમયે શિક્ષણ અને સંવાદ અમૂલ્ય હતું એને પુનર્જીવિત કરવાની જરૂર છે.
હૈદરાબાદ : ઈસ્લામ ધર્મ વિશેની ખોટી માન્યતાઓ દૂર કરવા માટે ‘ઓપન મસ્જિદ’ કાર્યક્રમનું આયોજન

Recent Comments