બુલાવાયો, તા.ર૦
ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની વન-ડે સિરીઝની ચોથી મેચમાં પાકિસ્તાનની ઓપનિંગ જોડીએ શુક્રવારે ઓપનિંગ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો પાકિસ્તાનના ઓપનર ઈમામઉલહક(૧૧૩) અને ફકર જમા (અણનમ ર૧૦)ની જોડીએ પ્રથમ વિકેટ માટે ૩૦૪ રન બનાવ્યા. આ ભાગીદારીના કારણે આ બંને બેટસમેનોએ વન-ડે ક્રિકેટનો ૧ર વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. આ પહેલા વન-ડે ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ભાગીદારીનો રેકોર્ડ જયસૂર્યા અને ઉપુલ થરંગાની જોડી (ર૮૬)એ જુલાઈ ર૦૦૬માં લીડ્‌સમાં બનાવ્યો હતો. આ ભાગીદારી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનિંગ વિકેટ માટે પહેલી અને કોઈપણ વિકેટ માટેની ચોથી સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે. પાકિસ્તાનની ટીમે નિર્ધારીત પ૦ ઓવરમાં એક વિકેટે ૩૯૯ રન બનાવ્યા હતા.