અહીં જે ચિત્રવાર્તા રજૂ કરવામાં આવી છે તે અનુકંપાની કથા છે જે દર્શાવે છે કે જીવનમાં મોટી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે કેવી રીતે નાની વસ્તુઓ આપણને પ્રેરિત કરે છે. કરૂણા, સર્જનહારનું એક આગવું લક્ષણ દર્શાવે છે કે ‘‘અન્યોને સારું લગાડવામાં મદદ કરવા માટે પોતાની જાતને સારું લગાડવું પડે તે સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે.  ‘‘પયગંબર હ.મોહમ્મદ સાહેબ (સ.અ.વ.)ની પરંપરાઓ આપણને યાદ અપાવે છે કે અલ્લાહની રચનાના સંરક્ષક તરીકે માનવ જાતને આ ધરતી પર મોકલવામાં આવી છે. પ્રાણીઓ પ્રત્યે દયા દાખવવી એ પણ આપણી અનેક ફરજો પૈકીની એક જવાબદારી છે. પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના શબ્દો અને વર્તણૂંક તે સ્પષ્ટ કરે છે કે અસહાય જીવોના દર્દ અને પીડાનું કારણ બનવું તે ફક્ત સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય જ નથી પરંતુ આવી પ્રવૃત્તિઓ માટે આપણે અલ્લાહને પણ જવાબ આપવો પડશે.  માનવી તમામ સજીવોને સન્માન આપે તેવી ઈસ્લામ અપેક્ષા રાખે છે. પયગમ્બર સાહેબ (સ.અ.વ.) લોકોને દયા દાખવવાની સતત સલાહ આપતા આવ્યા છે. પયગમ્બર સાહેબ (સ.અ.વ.) જ્યારે  કોઈપણ પ્રાણી પર વધુ પડતું ભારણ જોતા અથવા તો કોઈ પ્રાણીને માંદગીની અવસ્થામાં જુએ તો તેઓ તેના માલિકને મૃદુતા સાથે કહેતા કે ‘‘તમારા પ્રાણીઓની સારવાર અંગે અલ્લાહથી ડરતા રહો’’

શારીરિક ક્રૂરતાથી બચતા રહેવું પૂરતું નથી પરંતુ માનસિક ક્રૂરતાથી દૂર રહેવું પણ તેટલું જ મહત્ત્વનું છે. પક્ષીઓના ભાવનાત્મક તણાવને પણ ગંભીરતાથી લેવા જોઈએ. પયગમ્બર મોહમ્મદ સાહેબ (સ.અ.વ.)ના સાથી વર્ણવે છે કે ‘અમે એક યાત્રા પર હતા અને પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ની ગેરહાજરી દરમ્યાન અમે એક પક્ષીને તેના બે બચ્ચા સાથે જોયું. અમે તે પક્ષીના બચ્ચાને લઈ લીધા. બચ્ચાની માતા અમારી આસપાસ ઊડાઊડ કરી રહી હતી તથા દુઃખમાં પોતાની પાંખો ફફડાવી રહી હતી. જ્યારે પયગમ્બર મોહમ્મદ સાહેબ (સ.અ.વ.) પાછા ફર્યા ત્યારે તેમણે કહ્યું કે કોણે પક્ષીના બચ્ચાને તેની માતાથી દૂર કરીને તેને દુઃખ પહોંચાડયું ? બચ્ચાને તેની માતાને સુપરત કરો’’

અત્રે પ્રસ્તુત કથા પીડાદાયક પણ છે સાથે સાથે તે વાસ્તવિક અને સુંદર પણ છે આપણે જ્યારે આંસુ, રોષ અને ઝંખના વિશે વાત કરીએ ત્યારે પ્રેમ વિશે પણ વાત કરીશું.

પ્રથમ તસવીરમાં આપણે માનવી અને પક્ષી વચ્ચેનો અજોડ પ્રેમ જોઈ શકીએ છીએ.

બીજી તીસવીરમાં જોઈ શકાય છે કે મહિલાના માથા પર પક્ષી બેઠું છે જે બન્ને સજીવો વચ્ચે રહેલી હૂંફને ખૂબ જ સારી રીતે વ્યક્ત કરી જાય છે.