બાજુની તસવીરમાં કબૂતરો સાથે દેખાતા અનિલ સુદેે ઘણા વ્યાવસાયિક કબૂતરબાજોમાંથી એક છે જેનો પરિવાર જૂની દિલ્હીના કિનારીબજાર પાસે આવેલ  ધોબી વાડાની ગલીઓમાં રહે છે. દરરોજ તેઓ પોતાના કબૂતરના ટોળાને કબૂતરબાજીની તાલીમ આપવામાં કલાકો ગાળે છે.

દિલ્હીમાં ડિસેમ્બરથી માર્ચ વચ્ચે ઉસ્તાદ અનિલ સુદ અવિચલિત રહે છે. કારણ કે તે સમય દરમ્યાન તેઓ પોતાના કબૂતરોને હરિફાઈ માટે તૈયાર કરી રહ્યા હોય છે. મુઘલોના સમયથી ભારતમાં કબૂતરબાજી પ્રખ્યાત છે અને સુદનું પરિવાર આ વ્યવસાયમાં ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી સંકળાયેલું છે. આ અંગે સુદ જણાવે છે કે આ એક આવેગ છે અને જૂની દિલ્હીની પરંપરાનો એક ભાગ છે.

છત પર આઠ વાડ છે જેમાં દરેકમાં હૈદરાબાદ, લખનૌ, પટિયાલા અને દિલ્હીના ૧૦૦થી ૧પ૦ કબૂતરો છે. સુદ ત્યાં જઈને થોડો સમય કબૂતરો સાથે વાતચીત કરે છે.

શાગિર્દ વાડના દરવાજા પાસે હાથમાં હૈદરાબાદી કબૂતર લઈને ઊભો રહે છે. બપોરે આશરે ૧રઃ૩૦ વાગ્યે સુદ તેઓ ડાબો હાથ ઉંચો કરે છે, શાગિર્દ દરવાજો ખોલે છે. અને કાબરચીતરા રંગો ધરાવતુ ૧પ૦ કબૂતરોનું ટોળુ ગૂટર…ગૂ…અવાજ કરતું બહાર આવે છે. તે જ સમયે અન્ય ઈમારતોની છતોથી તે પોતાના લખનવી કબૂતરોના ટોળાને મુક્ત કરે છે. આ રીતે કબૂતરબાજીનો ખેલ શરૂ થઈ જાય છે.

આ એવી હરિફાઈ છે જેમા જે ઉસ્તાદનું કબૂતર તેની છતથી સૌથી દૂર સુધી ઉડે તે વિજેતા જાહેર થાય છે.