(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.ર
કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામે નિર્માણ લાઈન ફોરટ્રેક હાઈવે ઉપર ઓવર બ્રિજ બનાવાની માંગ સાથે પેઢાવાડા ગામના લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાયો હતો.સોમનાથ-ભાવનગર વચ્ચે નિર્માણ લાઈન ફોર ટ્રેક હાઈવેમાં પેઢાવાડા ગામ પાસે હાઈવે ઓથોરિટી દ્વારા રોડ ઉંચો લેવામાં આવતા અને રોડ ઉપર લેવામાં આવ્યા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાઈ ન હોય ચોમાસાની સિઝમાં વરસાદી પાણી ખેડૂતોના ખેતર અને ગામમાં ભરાઈ જવાની દહેશત હોય પેઢાવાડા ગ્રામજનો અને સરપંચે રણધીર ઝાલા દ્વારા પેઢાવાડા હાઈવે ઉપર પાણીના યોગ્ય નિકાલ માટે પુરતા નાળા મુકવા અને ઓવર બ્રિજ બનાવવા હાઈવે ઓથોરિટી અને તંત્ર સમક્ષ માગણી કરવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સરપંચ રણધીરભાઈ ઝાલાના નેતૃત્વમાં પેઢાવાડા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા હાઈવે ઉપર વાહનો રોકી ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કરાયો હતો.