(એજન્સી)         હૈદરાબાદ, તા. ૧૩

કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વીજયસિંહે એવું કહ્યું કે યુપીમાં ઓવેસીની પાર્ટીની હાજરીને કારણે ભાજપની જીત થઈ છે.દિગ્વીજયિંહે એમઆઈએમ પાર્ટીના વડા અને હૈદરાબાદના સાંસદ અસાદુદ્દીન ઓવેસી પર એવો આક્ષેપ કર્યો કે ઓવેસીએ મુસ્લિમ મતોનું વિભાજ કરીને ભાજપને સમર્થન આપ્યું ચે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્‌વીટર પર તેમણે કહ્યું કે અસાદુદ્દીન ઓવેસીની એમઆઈએમ પાર્ટી યુપીમાં એક પણ બેઠક જીતી શકી નથી. તેમણે એક પણ બેઠક ન જીતી પરંતુ ભાજપને જીતાડવામાં અચૂક સહાય કરી. ઓવેસીની પાર્ટીએ યુપીમાં ૩૮ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં હતા પરંતુ એક પણ ઉમેદવારની જીત થઈ નથી. હૈદરાબાદના સાંસદ ઓવેસીએ શનિવારે મીડિયા સાથે વાત કરતાં દિગ્વીજસિંહના આક્ષેપ પર કોઈ ટીપ્પણી કરવાના સાફ ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે તેમની અવગણના કરો, તેઓ તો એક જોકર છે. તેમનું તો નામ ન લો.