(એજન્સી) બેગ્લુરૂ,તા.ર૪
જેડીએસ નેતા કુમાર સ્વામીના શપથગ્રહણ સમારોહમાં દેશભરના વિપક્ષના નેતાઓએ હાજરી આપી હતી. પરંતુ એઆઈએએમઆઈએમ ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી નજરે પડયા ન હતા. ઓવૈસીએ જેડીએસના ઉમેદવારોને જીતાડવા પ્રચાર કર્યો હતો. તેમજ ચૂંટણી રણનીતિ બદલી પોતાના પક્ષના ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા ન હતા. તેમની સામે અગાઉ ભાજપને મદદ કરવાનો આરોપ લાગતો હતો. પરંતુ કુમાર સ્વામીએ ઓવૈસીને શપથ ગ્રહણમાં આમંત્રણ આપ્યું ન હતું. ઓવૈસીએ કુમાર સ્વામીને મુખ્યમંત્રી થવા બદલ સૌથી પહેલા અભિનંદન આપ્યા હતા. જાણકાર સૂત્રો કહે છે કે ઓવૈસીને નહીં બોલાવવા માટે જેડીએસ પર કોંગ્રેસનું દબાણ કહેવાય છે. ઓવૈસીને બોલાવાયા હોત તો ભાજપ તેને મુદ્દો બનાવી કોંગ્રેસને ઘેરવાની કોશિશ કરતું જેથી કોંગ્રેસે ઓવૈસીને ન બોલાવવા માટે કુમાર સ્વામીને સ્પષ્ટ જણાવી દીધું હતું. ગઠબંધનની મજબૂરી સમજી કુમાર સ્વામીએ કોંગ્રેસની શરત માની લીધી હતી.