(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ્‌ે આજે સરકાર ઉપર હુમલો કરતા કહ્યું કે જો જીએસટી ઈમાનદારીની ઉજવણી છે તો પછી ભાજપાએ ર૦૧૪માં સત્તામાં આવતા પહેલાં પાંચ વર્ષ પહેલાં કેમ વિરોધ કર્યો હતો. પી.ચિદમ્બરમ્‌ે ટ્‌વીટ કરી પ્રશ્ન કર્યો કે શું સરકારને ખબર છે કે લાખો વેપારીઓ અને નિકાસકારોને અસર થઈ છે જેમના નાણાં સરકારમાં અટવાઈ ગયા છે. જીએસટીનું અમલ થયા પછી એમને રિફંડો આપવામાં આવતા જ નથી. જો જીએસટી અખંડિતતાનું વિજય અને પ્રમાણિકતાની ઉજવણી છે તો ભાજપાએ કેમ વિરોધો કર્યા હતા. જીએસટીના અમલ પછી પડી રહેલ મુશ્કેલીઓ અને ખામીઓ બદલ વડાપ્રધાન અને નાણામંત્રી કેમ કશું બોલતા નથી. વડાપ્રધાન મોદીએ જીએસટીને સહકારિતાનો દાખલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, નવી સિસ્ટમ પ્રમાણિકતા ઉત્સવ છે જેનાથી ઈન્સ્પેકટર રાજ ખતમ થયું છે.