(એજન્સી) તા.૧૦
પ્રથમ દ્રષ્ટિએ જોતા લાગે છે કે વિજય ગાંધીની ૧૮ ભેંસો સામાન્ય ડેરી ઉદ્યોગ માટે છે પરંતુ ધ્યાનથી અવલોકન કરતા ખબર પડશે કે બધા ૧૮ મહિનાની ઉપરના પાડાઓ છે. આ ઉછેર કેન્દ્ર પટિયાલા જિલ્લાના રાજપુરા તાલુકામાં આવેલા માનકપુર ગામમાં આવેલું છે. આ જ રીતે અહીંના સ્વાજપુર ગામના જસપાલસિંહ માન પણ ૧પ પશુઓનો ઉછેર કરી રહ્યા છે. જેમાંથી ચાર પાડા છે. માનનું કહેવું છે કે પહેલાં હું મારા પાડાઓને ભાગ્યે જ ખવડાવતો હતો જે ક્ષણે તેની માતાના દૂધ માટે પાડાની જરૂર ન રહે તે ક્ષણે હું પશુધન વ્યાપારીને ર૦૦૦-૪૦૦૦ વચ્ચે પાડો વેચી દેતો હતો. પરંતુ હવે હું મારા પાડા અને ભેંસો પર સરખું ધ્યાન આપું છું. માનના આ નિવેદનનું મુખ્ય કારણ છે. માંસ માટે પાડાની સતત વધી રહેલી માંગ. આરવીએમ એગ્રી સોલ્યુશનના ડાયરેકટર રીતુ પ્રકાશ ડેવિડનું કહેવું છે કે ખેડૂતો પાડાને એક જવાબદારી ગણે છે પરંતુ તે એક આવક વધારનારી સંપત્તિ બની શકે છે. જો તેને યોગ્ય ખોરાક આપવામાં આવે તો બે વર્ષનો પાડો રપ,૦૦૦ રૂપિયા આપી શકે છે. આ રીતે ખેડૂત તેની ભેંસ દ્વારા જન્મ આપવામાં આવેલા ચાર પાડાઓને વેચી રૂા.૧,૦૦,૦૦૦ કમાવી શકે છે. પાડાઓનો યોગ્ય ઉછેર કરવા માટે રીતુની કંપની ‘સ્વધન’ નામે એક કાર્યક્રમ ચલાવે છે. તેમણે દાવો કર્યો હતો કે પટિયાલા, સંગ્રૂર, લુધિયાણા અને અમૃતસર જિલ્લાના લગભગ પ૦૦૦ ખેડૂતોએ ‘સ્વધન’ હેઠળ ૮,૦૦૦ પાડાઓની નોંધણી કરાવી છે. લુધિયાણામાં આવેલી ગુરૂ અંગ દેહ પશુ વિજ્ઞાન યુનિ.ના ઉપકુલપતિ એ.એસ.નંદા મુજબ પાડાઓનો માંસ માટે સક્રિય ઉછેર કરવો ઘણો કાર્યક્ષમ પ્રસ્તાવ છે તેમજ પાડાઓના કતલ પર કોઈ સામાજિક પ્રતિબંધ નથી.
પંજાબ : ખેડૂતો ફકત માંસના વેચાણ માટે પાડાઓનો ઉછેર કરી રહ્યા છે

Recent Comments