નવી દિલ્હી, તા.ર૫
ખેલ મંત્રાલયે ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુના નામની ભલામણ દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ માટે કરી છે. ખેલ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે હા અમે પદ્મભૂષણ માટે સિંધુના નામની ભલામણ કરી છે. વિશ્વ ચેમ્પિયનશીપની બે-વાર કાંસ્યચંદ્રક અને એકવારની રજત ચંદ્રક વિજેતા સિંધુએ ગત વર્ષ રિયા ઓલિમ્પિક દરમ્યાન રજત ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા બાદ પાછળ વળીને જોયું નથી.