(એજન્સી) બેજિંગ, તા. ૧૮
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે એળી ખાતરી આપી કે ચીન તેના પડોશી દેશો સાથેના તમામ વિવાદો ઉકેલવા તૈયાર છે પરંતુ તે દેશહિતને ભોગે નહીં કરવામાં આવે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ જિનપિંગે એવું પણ વચન આપ્યું કે ચીની લશ્કરને દુનિયાનું નંબર વન લશ્કર બનાવવામાં આવશે. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ જિનપિંગને ફરી વાર પાંચ વર્ષના સમયગાળા માટે રાષ્ટ્રપતિ બનાવવા પર મંજૂરીની મહોર મારી દીધી છે. તેમણે કહ્યું કે બેજિંગ તેના પડોશીઓ સાથેના તમામ મતભેદો અને વિવાદોનો ઉકેલ લાવવા માટે કટિબદ્ધ છે પરંતુ રણનીતિક ભોગ નહીં. પડોશીઓ વિશે બોલતાં તેમણે કહ્યુંમ કે ચીન સંપ, ઈમાનદારી, પારસ્પરિક લાભ તથા સર્વાંગી વિકાસના સિદ્ધાંતોને આધારે તેના પડોશીઓ સાથે સારા અને હુફાંળા સંબંધો વિકસાવવા આતુર છે. અમે મંત્રણા દ્વારા વિવાદોનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને ચર્ચાવિચારણા દ્વારા મતભેદોનો ઉકેલ લાવવા માંગીએ છીએ. ઘણા સમયથી ભારત અને ચીન ડોકલામ વિસ્તારના ુમુદ્દે વાદ-વિવાદ કરી રહ્યા છે. લખનઉની મુલાકાતે આવેલા રાજનાથે કહ્યું કે ડોકલામ વિવાદનો ઉકેલ આવી ગયો છે અને હવે ભારત અને ચીન વચ્ચે કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે ચીની લશ્કરને નંબર વન લશ્કર બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચીન નિર્ધારીત સમયમર્યાદા પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૨ બિલિયન ડોલરના હાઈડ્રોપાવર પ્રોજેક્ટને પુર્ણ કરવાનું આયોજન હાથ ધર્યું છે. ઝેલમ નદી પર કારોટ હાઈડ્રોપાવર પ્રોજેક્ટને બાંધવામાં આવી રહ્યો છે. ગત વર્ષે આ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થયું હતું.ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે આ પ્રોજેક્ટ વિવાદીત કાશ્મીરમાં હોવાને કારણે ભારત અવારનવાર તેનો વિરોધ કરતું રહ્યું છે. પરંતુ તેને કારણે ચીન અને પાકિસ્તાનના સહકાર પર કોઈ અસર નહીં પડે. શિ જિનપિંગ સીપીસીના ૧૯ મા કોંગ્રેસના અધિવેશનનું ઉદ્ધાટન કર્યું હતું.