સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર અમીનાબેન ગોરી પેટ્રોલીંગ દરમ્યાન હાલના આક્રરા તડકામાં હાઇવે ઉપર ફરતા પાગલોની અનોખી સેવા કરી, પોતાની ફરજ સાથે સેવાનો ધર્મ પણ બજાવેલ છે.
સુરેન્દ્રનગર પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા લોક ઉપયોગી કાર્યો કરી, પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ જળવાઈ અને પ્રજા પોલીસની નજીક આવે ઉપરાંત, પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, તેવા પ્રયત્નો કરવામાં આવે છે. તે હેતુને ઉજાગર કરતા ઘટના પ્રકાશમાં આવી છે, જેમાેં લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર અમીનાબેન ગોરી તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, સુર્યકાંત, ભીમાભાઇ, વિજયભાઈ, મેહુલભાઈ, સહિતના સ્ટાફની ટીમ લીંબડી બગોદરા હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે હાલમાં ઉનાળાની સિઝનમાં ધોમ ધખતા તાપમાં એક પાગલ અસ્તવ્યસ્ત કપડામાં મળી આવતા, સ્ટાફ સાથે પાણશીણાના પાટીલે આવેલ ચોંકી ખાતે લઇ જઇ, પાણીથી સ્નાન કરાવી, પોતાના પતિ અમિતભાઈને બોલાવી, અમિતભાઈના કપડાં અને નવા ચપ્પલ મંગાવી, કપડાં અને ચપ્પલ પહેરાવી, ગરીબ પાગલને તડકા તેમજ ગરમીથી રાહત’ અપાવેલ છે….
ત્યારબાદ આ માનસિક અસ્થિર માણસને પાણશીણા પોલીસ ચોકી ખાતે બેસાડીને જમાડવામાં આવેલ હતો. લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ બગોદરા ખાતે માનવ સેવા આશ્રમ નામની સંસ્થા ચલાવતા, દિનેશભાઈ લાઠીયાના સંપર્કમાં કર્યો હતો, તેઓ જાતે આવી તેને બગોદરા સંસ્થા ખાતે લઇ ગયેલ હતા. આ આવા વખતે પાણશીણા પોલીસની માનવતાભરી કાર્યવાહીથી અજાણ્યા પાગલના ચહેરા ઉપર આનંદ છવાઈ જાય છે.