(એજન્સી) ટોક્યો, તા.૨૧
જાપાનમાં એક કંપનીએ પોતાના કર્મચારીને દંડ પેટે એમનો પગાર કાપ્યો હતો. કર્મચારીનો ગુનો એ હતો કે, એ લંંચબ્રેક લેવા માટે ત્રણ મિનિટ વહેલા ઓફિસ છોડી દેતો હતો. આવું એમણે ઘણી વખત કર્યું હતું. જેના માટે એની સામે પગલાં લેવાયા હતા. કંંપનીએ નોંધ્યું કે, સાત મહિનાના સમયગાળામાં એ ર૬ વખત લંંચબ્રેક વખતે ત્રણ મિનિટ વહેલા નીકળી ગયો હતો. ૬૪ વર્ષીય કર્મચારી આ ત્રણ મિનિટમાં પોતાના માટે લંચની ખરીદી કરતો હતો. કર્મચારીને સજા તરીકે અડધા દિવસનો પગાર ગુમાવવો પડ્યો હતો. ફક્ત આ જ પૂરતું ન હતું. ઉચ્ચ અધિકારીએ કર્મચારીની ગેરવર્તણૂક બદલ માફી પણ માંગી હતી. જાપાનના કાયદાઓ મુજબ દરેક વ્યક્તિઓ પોતાના કામ પ્રત્યે સતર્ક રહેવું અનિવાર્ય છે. જાપાનમાં કામ કરવાની પ્રથા અન્ય દેશોની જેમ નથી. કર્મચારીઓ પાસેથી વધુ કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. લંચ પોતાના ટેબલ ઉપર કરવું. રજાના દિવસે પણ કામ કરવું એવી નીતિ છે. જાપાનમાં એક ઉક્ત લોકપ્રિય છે. ‘લઘુ કાર્ય કરવાથી મૃત્યું’.