વડોદરા, તા. ર
શહેરના ગોગી વિસ્તારમાં રાજેશ ટાવર નજીક આવેલી ઓલમાઈટી સોસાયટીમાં રહેતા પિતા-પુત્ર નિરંજન બ્રહ્મભટ્ટ અને વિપુલનું વીજ કરંટથી મોત થવાથી બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાએ મધ્ય ગુજરાત વીજ કંપનીના બેદરકારીનો આરોપ મૂકી રૂા. રપ લાખનું વળતર ચૂકવવા તેમજ કસુરવાર અધિકારીઓ સામે પગલાં ભરવા તેમજ ભોગ બનનારના પરિવારને નોકરી આપવા માંગ કરી છે.
બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના કન્વિનર જલ્પેશ બારોટના જણાવ્યા અનુસાર તા. રપ-૬-૧૮ના રોજ સોસાયટીનો મેઈનગેટ ખોલવા જતા પુત્ર વિપુલ તથા તેના પિતા નિરંજનભાઈ બ્રહ્મભટ્ટનું વીજ કરંટને કારણે મોત થયું હતું. એમજીવીસીએલની નિષ્કાળજીને કારણે આ ઘટના બની છે. આ કામના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે, તેમજ પરિવારના બન્નેનું અધિકારીઓની બેદરકારીને કારણે મોત થવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સરકાર દ્વારા રપ-રપ લાખનું વળતર આપવામાં આવે જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો અમારા સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.
બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાએ વીજ કંપનીના બેદરકારીનો આરોપ મૂકી પગલાં ભરવા માંગ

Recent Comments