(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૩૧
ઇસ્લામ ધર્મના મહાત સુફી સંત અને દેશમાં પ્રેમ અને ભાઇચારાની જ્યોત જવલંત કરનાર હઝરત ખ્વાજા મોઇનુદ્દીન (ર.અ.) ફકત ભારતમાંજ નહીં પણ સમગ્ર દુનિયામાં ધાર્મિક રીતે આગવું સ્થાન ધરાવે છે. તેવા મહાન સુફીસંત માટે સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ કરીને બિનસાંપ્રદાયીક કહેવાતા કોંગ્રેસ પક્ષના જવાબદારીભર્યા હોદ્દેદાર શયતાન ભરત ઠાકોરે પોતાની મુસ્લિમ વિરોધી માનસીકતા જાહેર કરી છે.
જેનો ઓલ ઇન્ડીયા મિલ્લી કાઉન્સીલનાં ગુજરાતના ઉપપ્રમુખ મુનીર ખેરૂવાલા, જો.સેક્રેટરી અઝીઝ ડાંગીવાલા તથા પ્રદેશ કારોબારીનાં સભ્ય ઇબ્રાહીમ શેખ સાયકલવાલાએ સખ્ત વિરોધ કરીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રીને પત્ર દ્વારા માંગણી કરી છે કે, આવા કોમવાદી અને ભાગલાવાદી વિચારસરણી દ્વારા લોકોમાં નફરત ફેલાવી ઉશ્કેરણી કરનાર શખ્સને નશ્યતરૂપ સજા અપાવવા માટે યોગ્ય પગલા ભરવમાં આવે. કોંગ્રેસ પક્ષે તેની તાત્કાલીક ધોરણે હકાલપટ્ટી કરવી જોઇએ અને અન્ય રાજકીય પક્ષે પણ આવા વિઘટનવાદી મનોવૃત્તિ ધરાવનાર વ્યકિતને પોતાના પક્ષમાં સામેલ કરવો જોઇએ નહીં. જો આવા શખ્સ સામે કોંગ્રેસ પક્ષ પગલા નહીં લે તો આવનારા સમયમાં ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને મુસ્લિમો પોતાનો જવાબ આપી દેશે તે નિશ્ચત છે.