ગરીબી એક માનવીય પરિસ્થિતિ છે જે વ્યક્તિના જીવનમાં નિરાશા, દુઃખ અને પીડા લઈને આવે છે. ગરીબી નાણાંની અછત છે અને જીવનને યોગ્ય રીતે જીવવા માટે તમામ ચીજોની જરૂરિયાત હોય છે. આપણા દેશની મુખ્ય સમસ્યાઓમાંથી એક સમસ્યા છે ગરીબી. ગરીબીના કારણે વ્યક્તિ જે પરિસ્થિતિઓનો સામનો કરે છે, તેની આપણે કદાચ કલ્પના પણ ના કરી શકીએ. અહીં પ્રસ્તુત તસવીર અંધકારમાં છુપાયેલી ગરીબી દર્શાવે છે જે આપણે દિવસના અજવાળામાં જોઈ શકતા નથી.
અફઘાનિસ્તાનના જલાલાબાદ ખાતે ઈંટના ભઠ્ઠામાં કામ કરતાં એક અફઘાન મજૂરે પહેરેલા ચંપલની તસવીર અહીં રજૂ કરવામાં આવી છે, જે તેની સ્થિતિ દર્શાવવા માટે પૂરતી છે. વિદેશી રોકાણ અને સહાય ભંડોળના પરિણામે અફઘાનિસ્તાનના અર્થતંત્રને થોડો-ઘણો ટેકો મળ્યો છે, તે જોઈ શકાય છે. જો કે દેશના ઘણા પ્રદેશોમાં જોવા મળી રહેલી અસ્થિરતાથી પરિસ્થિતિ પ્રગતિના માર્ગમાં અડચણરૂપ બની રહી છે.
પગલાંનું પરાક્રમ

Recent Comments